Site icon Revoi.in

ગુજરાત યુનિ. ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ દ્વારા મિલેટમેલાનું આયોજન

Social Share

અમદાવાદ :  UN દ્વારા વર્ષ 2023ને આંતરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, તે સંદર્ભે ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ દ્વારા મિલેટ વર્ષની ઊજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે  આવતી કાલે તારીખ 01 એપ્રિલના રોજ, થલતેજ ખાતે આવેલા પ્રયાસ એક કોશિશ કલાસીસ,રામેશ્વર એપાર્ટમેન્ટ પાસે મિલેટ પર કેમ્પેઈન ડિઝાઈનનું આયોજન કરવામાં આવ્યું છે.

રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતા ધાન્ય ઉપરાંત  મિલેટને રોજિંદા ઉપયોગમાં કેવી રીતે લઈ શકાય તેમજ સ્વાસ્થ્ય માટે તેનું મહત્વ કેટલા પ્રમાણમાં રહેલું છે તેને ધ્યાનમાં રાખી અને લોકોને મિલેટ પ્રત્યે જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે, આ  સાથે જ મિલેટ રોજિંદા જીવનમાં કેમ ઉપયોગી છે, તેની સરળ સમજ બાળકો અને તેના માતા- પિતામાં આવે તે માટે અલગ અલગ ગેમ્સ તેમજ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, આ ઉપરાંત મિલેટના ઉપયોગથી બનાવવામાં આવેલી અવનવી વાનગીઓ પણ સાથે રાખવામાં આવશે. જેથી બાળકો અને તેના માતા પિતા મિલેટ શુ છે, તેને સરળ રીતે સમજી શકે.  આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર ડો.અર્ચના માંકડ, હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ બોટની તેમજ બાયો ઇન્ફોર્મેટિક્સ, ગુજરાત યુનિવર્સિટી તેમજ ચેતન પટેલ, સેક્રેટરી સૃષ્ટિ NGO ઉપસ્થિત રહેશે. તેમજ આ સમગ્ર કેમ્પઈનના વિષય સલાહકાર તરીકે સૃષ્ટિ NGO પણ સાથે રહેશે.

આ સમગ્ર કેમ્પેઈનનું સંચાલન ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઇન ડેવલોપમેન્ટ કમ્યુનિકેશનના સેમેસ્ટર 2 ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા ડો.સોનલ પંડ્યા તેમજ તેમના સાથી કર્મચારી પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.