Site icon Revoi.in

ગુજરાતી ફિલ્મ “3 EKKA”નું ટ્રીઝર રિલીઝ થયું, 18મી ઓગસ્ટે થિયેટરમાં થશે રિલીઝ

Social Share

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ તીન ઈક્કાનું ટ્રીઝર રિલીઝ થયું છે, આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જેનોક ફિલ્મ્સ પ્રસ્તુત “3 EKKA”, 18મી ઓગસ્ટ, 2023ના રોજ તમારી નજીકના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે!, આ ફિર્મનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે.

ગુજરાતી ફિલ્મ તીન ઈક્કામાં યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, એશા કંસારા, કિંજલ રાજપ્રિયા, તર્જની ભાડલા અને હિતુ કનોડિયા જેવા કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મના નિર્માતા આનંદ પંડિત અને વૈશાલ શાહ છે. જ્યારે ફિલ્મના દિગ્દર્શક રાજેશ શર્મા છે, પાર્થ ત્રિવેદી અને ચેતન દૈયાએ ફિલ્મની પટકથા લખી છે, પાર્થ ત્રિવેદી ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર છે, આ ઉપરાંત રૂપમ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી કરાશે. તીન ઈક્કા ફિલ્મનું ટ્રીઝર લોકોને પસંદ આવી રહ્યું છે.