નવી દિલ્હી, 24 માર્ચ, 2026 – ડૉક્ટરોને ઘણી વાર ઘણા ભાવુક લોકો ઈશ્વર સાથે સરખાવી દેતા હોય છે. ક્યારેક ખરેખર એવું બનતું પણ હોય છે, છતાં એવા ડૉક્ટરોની પણ અછત નથી જેમને ઊંટવૈદ કહેવા પડે. આવો જ એક કિસ્સો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને લોકો નવાઈ પણ પામી રહ્યા છે અને હસવું પણ રોકી શકતા નથી. વાસ્તવમાં, વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવક દાવો કરે છે કે તેના મિત્રના પગનો માત્ર અંગૂઠો તૂટ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન ડૉક્ટરે આખા પગ પર જ પ્લાસ્ટર ચઢાવી દીધું. એટલું જ નહીં પરંતુ જ્યાં ખરેખર વાગ્યું હતું એ ભાગ તો ખુલ્લો જ રાખી દીધો છે. આ જ કારણ છે કે આ મામલો ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે.
અંગૂઠો તૂટ્યો હતો, તેને છોડીને આખા પગે કરી દીધું પ્લાસ્ટર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ રહેલી પોસ્ટ મુજબ, એક યુવક પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયા બાદ હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે સારવાર બાદ જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેનો આખો પગ પ્લાસ્ટરમાં જકડાયેલો હતો, પરંતુ જે અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું તેના પર જ પ્લાસ્ટર લગાવેલું નહોતું.
આ ઘટનાનો વીડિયો તે યુવકનો મિત્ર બનાવે છે અને તે એક્સ-રેની સાથે તે યુવકનો પગ પણ બતાવે છે. ત્યારબાદ આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે કે શું આ મેડિકલ બેદરકારી છે કે પછી સારવારની કોઈ અલગ રીત.
જુઓ વીડિયો
લોકોની રમુજી પ્રતિક્રિયા
આ વીડિયો પર લોકો મજાકના અંદાજમાં કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે વીડિયો જોઈને કોમેન્ટ કરી કે, “ભાઈ, આ એક્સ-રે જોઈને તો એવું લાગે છે જાણે ડૉક્ટરે વિચાર્યું હશે કે અરે યાર, બસ એક અંગૂઠો તૂટ્યો છે, ચાલ આખા પગને જ જેલમાં નાખી દઉં.” જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી કે, “બસ એટલું જ કહી શકાય કે અહીં દર્દ ક્યાંક બીજે થાય છે અને મલમ ક્યાંક બીજે લગાવવામાં આવે છે.” આ સિવાય એક યુઝરે કોમેન્ટ કરી કે, “ડૉક્ટર સાહેબ પણ સત્તાના નશામાં હશે.”
આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટ્રક ડ્રાઈવરને લૂંટવાની યોજના બે ગોરાઓને કેવી મોંઘી પડી, જુઓ વીડિયો
ત્યાં જ કોઈએ કોમેન્ટ કરી કે, “આવા જ એક ઝોલાછાપ ડૉક્ટરે એક વ્યક્તિને પ્લાસ્ટરનું શર્ટ જ પહેરાવી દીધું હતું.” અન્ય એક યુઝર કોમેન્ટ કરે છે કે, “હે પ્રભુ, આ બધું શું જોવું પડી રહ્યું છે.” કેટલાક યુઝર્સે આ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા, જ્યારે કેટલાક લોકોએ તેને ‘જુગાડ સારવાર’ ગણાવીને મજાક પણ ઉડાવી. કેટલાક યુઝર્સે તો એવી પણ કોમેન્ટ કરી કે, “ચોક્કસ અનામત વાળો ડૉક્ટર હશે.” આ સિવાય વધુ એક યુઝર કોમેન્ટ કરે છે કે, “પરંતુ વીડિયોમાં દેખાતો એક્સ-રે તો હાથનો છે!”
ભલે આ કિસ્સો હસવા જેવો હોય, પરંતુ તે તબીબી ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે પણ મહત્ત્વપૂર્ણ છે જેથી આવી ગેરકાયદે કે બેદરકારીભરી પ્રેક્ટિસ અટકે.

