Site icon Revoi.in

બજારો ખૂલતા જ હેર કટિંગ સલુનોમાં લાઈનો લાગીઃ બ્યુટી પાર્લરોમાં તો બુકિંગ કરાવવું પડે છે

Social Share

અમદાવાદઃ શહેર સહિત રાજ્યના 36 શહેરોમાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા જેમાં આવશ્યક ચીજ-વસ્તુઓની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખવાની સરકાર દ્વારા સુચના આપવામાં આવી હતી. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી તમામ દુકાનો-લારી ગલ્લા ખોલવાની મંજુરી આપતા આજે શુક્રવારથી બજારોમાં  સવારથી જ ધમધમાટ જોવા મળ્યો હતો જેમાં હેર કટિંગ સલુનમાં તે ભારે ગર્દી જોવા મળી હતી તેમજ બ્યુટી પાર્લરોમાં પણ મહિલાઓ ઉંમટી પડી હતી. સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે બ્યુટી પાર્લરોએ બુકિંગ ચાલુ કર્યું છે. એટલે ફોન કરીને બોલાવે ત્યારે જ આવવાનું કહેવામાં આવી રહ્યું છે.

લોકડાઉનને કારણે અત્યારસુધી બ્યુટીપાર્લર પણ બંધ હતાં. બ્યુટીપાર્લર ખોલવાને મંજૂરી મળતાં ગુરુવારે સાંજે એડવાન્સ બુકિંગ થઇ ગયાં હતાં.અમદાવાદમાં બ્યુટી પાર્લર પર સૌથી વધુ હેર ટ્રીટમેન્ટ માટે બુકિંગ થયાં હોવાનું બ્યુટિશિયને જણાવ્યુ હતું. આ ઉપરાંત હેર કટિંગ સલુનોમાં પણ ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. શહેરીજનો વાળ કપાવવા અને દાઢી કરાવવા માટે ઉમટી પડ્યા હતા જોકે હેર કટિંગ સલુનમાં ભીડ ન થાય તે માટે તેના સંચાલકોએ તકેદારી રાખી હતી. યુઝ અન્ડ થ્રો વાળુ સેનેટાઈઝ ગાઉન પહેરાવીને જ ગ્રાહકોના વાળ કાપવામાં આવી રહ્યા હતા. હેર કટિંગ સલુનના સંચાલકોના કહેવા મુજબ ઘણા દિવસોથી હેર કટિંગ સલુનો બંધ હતા એટલે ગીર્દી જોવા મળી રહી છે. બે દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય, અને દરેક ગ્રાહકના હાથ સેનેટાઈઝ કર્યા બાદ જ વાળ કાપીએ છીએ