Site icon Revoi.in

ગુજરાતમાં રવિવારે પાણીમાં ડુબી જવાના અડધો ડઝન બનાવો, 19 જણાં ડૂબ્યા, 7ના મોત

Social Share

અમદાવાદઃ રાજ્યમાં રવિવારનો દિવસ પાણીમાં ડુબી જવાના અલગ અલગ અડધો ડઝન બનાવો બન્યા હતા. એક જ દિવસમાં 19 લોકો પાણીમાં ડૂબ્યા હતા.  જેમાંથી 7નાં મોત નિપજ્યા હતા. પાણીમાં ડુબી જવાના જે બનાવો બન્યા હતા જેમાં અવરલ્લી અને રાજકોટમાં 2-2 અને પંચમહાલ, જેતપુર, બનાસકાંઠામાં 1-1 અને દમણમાં 5માંથી 2ને બચાવી લેવાયા હતા  જ્યારે 3ની શોધખોળ હજું ચાલુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં એક જ દિવસમાં જુદા જુદા સ્થળોએ પાણીમાં ડુબી જવાની 6 ઘટનાઓમાં 19 લોકો ડૂબ્યા હતા, જેમાં 7 લોકોનાં કરૂણ મોત નિપજ્યા હતા. અરવલ્લીના ઝાંઝરી ધોધમાં ડૂબવાથી 2 લોકોનાં મોત થયા હતા, જ્યારે પંચમહાલમાં ખાડામાં ડૂબતા બાળકનું મોત થયું હતું. રાજકોટના જેતપુરમાં ડુબી જતાં બાળકનું મોત થયુ હતું જોકે બેનો બચાવ થયો હતો. તેમજ બનાસકાંઠામાં ત્રણ યુવાનો ડૂબ્યા હતા. જેમાં એકનું મોત થયું હતું. ઉપરાંત દમણમાં 5 લોકો ડૂબ્યા હતા, જેમાં બેનો બચાવ થયો હતો અને 3ની શોધખોળ ચાલી રહી છે. જ્યારે રાજકોટમાં 5 લોકો ડૂબ્યા, જેમાં 3નો બચાવ અને 2ના ડુબી જતાં મોત નિપજ્યા હતા..

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, દમણના દરિયામાં પાંચ પ્રવાસીઓ નહાવા જતાં ડૂબ્યા હતા. જેમાંથી બે ને બચાવી લેવાયા હતા. જ્યારે ત્રણની શોધખોળ ચાલુ છે. પોલીસ અને ફાયર બ્રિગેડ સહિત તરવૈયાઓની ટીમ સ્થળ પર પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી છે. આ તમામ પ્રવાસીઓ સુરતથી દમણ ફરવા આવ્યા હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત  રાજકોટ નજીક નવાગામના ઢોરાં પાસે આવેલા તળાવમાં પાંચ મહિલાઓ ડૂબી હતી. જેમાંથી ત્રણનો આબાદ બચાવ થયો છે જ્યારે એક બાળક અને મહિલાને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરયા હતા જેમાં .એક બાળક અને મહિલાનું મોત નિપજ્યું હતું. રાજકોટના નવાગામ રંગીલા નગર પાસે પાણીના ખાડામાં આ દુર્ઘટના બની હતી. જેમાં પાણીના ખાડામાં કપડાં ધોવા સમયે એક બાદ એક પાંચ લોકો ડૂબી ગયા હતા. પાણીમાં ગરકાવ થયેલ એક બાળક અને બાળકીને બચાવવા જતા ત્રણ લોકો પાણીમાં ડૂબી ગયા હતા. ડૂબેલા પાંચ પૈકી એક મહિલા અને એક બાળકીનું મૃત્યુ થયુ છે જ્યારે 3 ને બચાવી લેવામાં આવ્યા હતા.

ડૂબી જવાની ત્રીજી ઘટનાની વિગતો એવી મળી છે. કે,પંચમહાલના શહેરાની અણીયાદ ચોકડી પાસે આઠ વર્ષનું બાળક ખાડામાં ગરકાવ થયું હતું. લગભગ 10 કલાકની શોધખોળ બાદ આ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બિલ્ડિરની બેદરકારીના કારણે નિર્માણધીન બિલ્ડીંગના પાછળના ભાગમાં ખોદવામાં આવેલા ખાડામાં આ ઘટના બની હતી. આ ખાડામાં પાણી પણ ભરેલું હતું. ડૂબી જવાની ચોથી ઘટનામાં અમદાવાદના મેઘાણીનગરથી ઝાંઝરી ધોધ પર પિકનિક માટે 6 વ્યક્તિઓ પહોંચ્યા હતા. જ્યાં ભોગીયા ધરામાં 6 વ્યક્તિઓ ધોધમાં નહાવા માટે પડ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ જીતુ બગેલ અને અમન તોમર નામના બે વ્યક્તિઓ ડુબવા લાગ્યા હતા. સ્થાનિક લોકોની તેમના પર નજર પડતાં બન્ને યુવકોને બચાવવાની પુરેપુરી કોશિશ કરી હતી, પરંતુ ઝાંઝરી ધોધમાં બન્ને યુવકોના કરૂણ મોત નિપજ્યા હતા.

આ ઉપરાંત જેતપુર પાસે આવેલી ભાદર નદીમાં નહાવા પડેલા ત્રણ બાળકો ડૂબ્યાની ઘટના બની હતી. આ ત્રણ બાળકોમાંથી એક બાળકનું મોત થયુ છે. જ્યારે બે બાળકોને બચાવી લેવાયા છે, તેમજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સામા કાંઠા વિસ્તારમાં ભાદર નદીમાં ત્રણ બાળકો નહાવા પડ્યા હતા. જોકે નદીમાં પાણીનું અચાનક વહેણ વધતા તેઓ ડૂબવા લાગ્યા હતા.(file photo)

Exit mobile version