Site icon Revoi.in

ગાઝા પટ્ટી માં બંધક બનાવાયેલ 14 ઇઝરાયેલી અને 3 વિદેશી બંધકોને હમાસે કર્યા મુક્ત

Social Share

દિલ્હી – ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 1  મહિનાથી પણ વધુ સામે ચાલી રહેલા યુદ્ધમાં વિરામ આપ્યો હતો આ સ્થિતિ વચ્ચે  હમાસના લડવૈયાઓએ રવિવારે યુદ્ધવિરામ કરાર હેઠળ 14 ઇઝરાયેલ સહિત 17 વધુ બંધકોને મુક્ત કર્યા હતા.

હમાસે રવિવારે  રોજ બંધકોના ત્રીજા જૂથને મુક્ત કર્યો. મીડિયા  અહેવાલ મુજબ ઈઝરાયેલની સેનાએ જણાવ્યું કે ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા 14 ઈઝરાયેલ અને ત્રણ વિદેશી નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે.

એટલે  કે આ રીતે  હમાસે બંધકોના ત્રીજા જૂથને મુક્ત કર્યા છે. રેડ ક્રોસના પ્રતિનિધિઓએ રવિવારે મોડી રાત્રે મુક્ત થયેલા જૂથને ગાઝાની બહાર મોકલ્યા હતા . કેટલાકને સીધા ઇઝરાયેલને પણ સોંપવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ઇજિપ્તમાંથી પસાર થયા હતા.

સેનાએ જણાવ્યું હતું કે બંધકોમાંથી એકને સીધe ઇઝરાયેલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હટા . કરાર હેઠળ, ઇઝરાયેલ રવિવારે 39 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનું હતું. આ સતત ત્રીજો દિવસ હતો જ્યારે હમાસે પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ગાઝામાં રાખવામાં આવેલા ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચોથો બંધક વિનિમય કરાર સોમવારે થવાની ધારણા છે. બંને દેશો વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામનો સોમવારે છેલ્લો દિવસ છે. કરાર હેઠળ હમાસ 50 ઈઝરાયેલ બંધકોને મુક્ત કરશે.

તે જ સમયે, ઇઝરાયેલ દ્વારા 150 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવનાર છે. “હાલમાં, હમાસ દ્વારા મુક્ત કરાયેલા 12 બંધકોને ISA અને IDF વિશેષ દળો સાથે હેટઝરિમ બેઝ પર લઈ જવામાં આવી રહ્યા છે,7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી હતી. આ પછી ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં ઘૂસીને હમાસના ઠેકાણાઓને નષ્ટ કરવાનું શરૂ કર્યું. ત્યારથી આ યુદ્ધ ચાલી રહ્યું હતું .

Exit mobile version