Site icon Revoi.in

હનુમાન જયંતિ 2021 – બજરંગબલીની આ રીતે કરો પ્રાર્થના તો થશે શ્રીરામ ભક્ત હનુમાન પ્રસન્ન

Social Share

જ્યોતિષો તથા ધાર્મિક સંત મહાત્માઓ દ્વારા હંમેશા કહેવામાં આવે છે કે શ્રી રામની ભક્તિ કરો તો હનુમાનજી ત્યાં અવશ્ય પધારે છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી બજરંગબલી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

પણ આ વખતે સૌથી ખાસ વાત એ છે કે મંગળવારના દિવસે હનુમાન જયંતિનો અવસર આવ્યો છે. તેના કારણે આ અવસર વધારે રૂડો બની ગયો છે. મંગળવાર અને શનિવાર હનુમાનજીના વાર ગણાય છે.

એવી માન્યતા છે કે, હનુમાનજી બજરંગબલીના નામે પણ જાણીતા છે. તેમની પૂજા-અર્ચના કરવાથી ભક્તોના સંકટ દૂર થાય છે. એ જ કારણસર તેમને સંકટ મોચક દેવ પણ કહેવામાં આવે છે. હનુમાનજીની આરાધનાથી ભક્તોને તમામ પ્રકારના રોગ-પીડા અને ભયમાંથી મુક્તિ મળે છે. સાથે જ હનુમાનજીની પૂજા કરવાથી આપણાં આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. એટલું જ નહીં એમ પણ કહેવાય છે કે, હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી કે એમનું સ્મરણ કરવાથી તમામ પ્રકારના ગ્રહ દોષનું પણ નિવારણ થાય છે. તેથી ભક્તો હનુમાન જયંતિના દિવસે ઉપવાસ કરીને ભગવાનની ઉપાસના કરે છે.