Site icon Revoi.in

હાર્દિક પંડ્યાએ IPLની ઓલ ટાઈમ પ્લેઈંગ ઈલેવનની કરી પસંદગી

Social Share

દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડ હાર્દિ પંડ્યાએ વર્લ્ડ ક્રિકેટ માટે એકથી એક ચડીયાતા ખેલાડીઓને પસંદ કરીને આઈપીએલની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવન બનાવી છે. હાર્દિક પંડ્યાએ આઈપીએલની ઓલટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં મહાન ખેલાડીઓની પસંદગી કરી છે. પંડ્યાએ પોતાની ફ્લાઈંગ 11માં કેપ્ટન કૂલ તરીકે ઓળકાતા એમ.સ.ધોનીએની કેપ્ટન તરીકે પસંદગી કરી છે.

હાર્દિક પંડ્યાએ રોહિત શર્માની ઓપનર તરીકે પસંદગી કરી છે. રોહિત અને ક્રિસ ગેલની ઓપનિંગ જોડી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ત્રીજા નંબર ઉપર અને ઓસ્ટ્રેલિયાના એ.વી ડિવિલિયર્સની ચોથા ક્રમે બેસ્ટમેન તરીકે પસંદગી કરી છે. પાંચમા ક્રમે સુરેશ રૈના, દુનિયાના ટોપ ફિનિશર તરીકે ઓળખાતા કેપ્ટન એમ.એસ.ધોની, સાતમાં ક્રમે ઓલરાઉન્ડર તરીકે પોતાને સ્થાન આપ્યું છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાન, વેસ્ટઇન્ડિયાના ઓફ સ્પિનર સુનીલ નરેન, ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને શ્રીલંકાના પૂર્વ બોલર લસિથ મલિંગાને બોલર તરીકે પસંદ કર્યાં છે. આમ હાર્દિક પંડ્યાએ પોતાની ટીમ જાહેર કરી છે.