Site icon Revoi.in

હરિદ્વાર: મૌની અમાવસ્યા પર ધર્મનગરી ગંગા ઘાટ પર ભક્તોનો ભારે જમાવડો

Social Share

આજે મૌની અમાવસ્યા છે.દેશભરની સાથે ધર્મનગરી હરિદ્વાર અને ઋષિકેશમાં શ્રદ્ધાળુઓ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. સવારે સાડા પાંચ વાગ્યે સ્નાનનું શુભ મૂહર્ત હતું. આ પ્રસંગે તમામ ઘાટોમાં લોકો સ્નાન કરી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક દ્રષ્ટિએ આ તિથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

પોલીસ અધિક્ષક કુંભ,સુરજીતસિંહ પંવારએ કહ્યું કે,”અમે સંક્રાંતિના દિવસથી વધુ ભીડની ઉમ્મીદ કરી રહ્યા છીએ.” મૌની અમાવસ્યાના દિવસે લોકો સવારથી જ પૂજાની તૈયારી શરૂ કરી દીધી છે. આ સાથે જ શ્રદ્ધાળુ પૂજા- અર્ચના કરી સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. મૌની અમાવસ્યા પર મોન રહીને સ્નાન અને દાન આપવાનું વિશેષ મહત્વ છે. મહા મહિનામાં આવતી અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવામાં આવે છે. મૌની અમાવસ્યા વિશે કહેવામાં આવે છે કે,આ દિવસે મનુ ઋષિનો જન્મ થયો હતો. મૌનીનો ઉદ્ભવ મનુ શબ્દથી થયો છે, તેથી આ અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવામાં આવે છે.

મૌની અમાવસ્યાનું મહત્વ

મૌની અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. પુરાણો મુજબ,આ પવિત્ર દિવસે દેવતાઓ સંગમમાં નિવાસ કરે છે. આ જ કારણ છે કે, મૌની અમાવાસ્યાને ગંગામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. આ વખતે મૌની અમાવસ્યા પર શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાં અને છ ગ્રહો મકર રાશિમાં હોવાને કારણે મહાસંયોગ બનાવી રહ્યા છે. આ શુભ યોગને મહોદય યોગ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને પીપળના ઝાડની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, મૌની અમાવસ્યા પર સ્નાન કરવાથી તેની ગુણવત્તામાં અનેકગણો વધારો થાય છે. ઉપરાંત,મોન રહીને સ્નાન અને દાન કરવાથી ઘણા માનવ જન્મોનાં પાપો દૂર થાય છે. ધાર્મિક માન્યતા એ છે કે, આ ઉત્સવની નિષ્ઠાપૂર્વક પૂજા કરવાથી દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.

-દેવાંશી