Site icon Revoi.in

હરિયાણા: ગુરુગ્રામમાં ભારે વરસાદના કારણે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી

Social Share

ગુરુગ્રામ: દિલ્લીની નજીક આવેલા શહેર ગુરુગ્રામમાં ભારે વરસાદના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટના એવી છે કે ભારે વરસાદના કારણે ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે જેમાં બે ડઝન લોકોના કાટમાળમાં દટાયા હોવાની જાણકારી સામે આવી છે.

હાલ આ ઘટનાસ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમો બચાવ કામમાં લાગી છે. કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું કામ ચાલું છે. આ ઘટના ગુરુગ્રામના ફારુકનગરના ખવાસપુરમાં બની છે.

હાલ સંપૂર્ણરીતે તો માહિત મળી નથી પરંતુ સ્થાનિક લોકો દ્વારા તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં મોટી જાનહાની પણ થઈ હોઈ શકે..