Site icon Revoi.in

સ્કિનની સમસ્યા છે અને અત્યારે ડૉક્ટર પાસે નથી જવુ ? તો છે તેના ઉપાય

Social Share

કોરોનાનો સમય હાલમાં એવો આવ્યો છે કે લોકોને કોઈપણ પ્રકારની બીમારી કે સમસ્યા માટે ડોક્ટરની પાસે જતા પણ ડર લાગે છે. સ્વાભાવિક વાત છે કે કોરોનાકાળમાં બચવા માટે જેટલી કાળજી લેવામાં આવે એટલી ઓછી છે. તો અત્યારે જો કોઈને સ્કીનની સમસ્યા હોય અને ડોક્ટર પાસે જવાની ઈચ્છા ન હોય તો ઘરે જ આ પ્રકારે તેમની સમસ્યાનો ઈલાજ કરી શકે છે.

હળદર દરેક લોકોના ઘરમાં હોય જ અને તેના અનેક ફાયદા પણ છે. જો સ્કીનની બીમારી છે અને હળદરનો ઉપયોગ કરવામાં આવે તો તે બીમારીમાંથી રાહત મળે છે. હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવાથી તે ફંગલ ઇન્ફેકશનને દૂર કરવામાં મદદ કરે છે. કોટન બોલની મદદથી લીલી હળદરનો રસ કાઢી ખંજવાળવાળી જગ્યા પર લગાવો. દિવસમાં 3 વાર લગાવવાથી રાહત મળશે.

સ્કિનની સમસ્યાને દુર કરવી હોય તો સરસિયાના ધાણા પણ એટલા જ ફાયદાકારક છે જેટલી હળદર, જો સરસિયાના દાણાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખવા, ત્યાર પછી તેને પીસી પેસ્ટ તૈયાર કર્યા બાદ આ પેસ્ટને ખંજવાળવાળી જગ્યા પર 15 મિનિટ લગાવામાં આવે તો જરૂર લાભ મળે છે.

નારિયેળ પણ આ બાબતે ખુબ ફાયદાકારક છે. સ્કિનની સમસ્યામાં વ્યક્તિને ખંજવાળ વધારે આવતી હોય છે અને તેના કારણે અકળામણ પણ અનુભવાતી હોય છે જો આ સમયે નારિયેળના તેલનો ખંજવાળ આવતી જગ્યા પર લગાવીને ઉપયોગ કરવામાં આવે તો રાહત મળે છે. નારિયેળનું તેલ ત્વચાને મુલાયમ પણ બનાવે છે.