Site icon Revoi.in

સવારે 8 વાગ્યા પહેલા નાસ્તો કરશો તો હ્રદય પર થશે અસર

Social Share

ઘણા સંશોધનમાં સાબિત થયું છે, કે આપણે ક્યાં સમયે નાસ્તો કે રાત્રિભોજન કરીએ છીએ, તેની સીધી અસર આપણા હ્રદય પર પડે છે. આટલું જ નહીં આપણા ખાવાના સમય આપણા ઊંઘના ચક્રને અસર કરે છે. જો તમે એવા લોકોમાંથી એક છો જે સવારનો નાસ્તો અને રાત્રિભોજન રાત્રે 8 વાગ્યા પહેલા ખાય છે. જો તમે જો આવું કરો છો તો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે.

‘ફ્રેન્ચ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ ‘નેશનલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર એગ્રીકલ્ચર’ ફૂડ એન્ડ એન્વાયર્નમેન્ટ (NRAE) એ તેના તાજેતરના સંશોધનમાં ખુલાસો કર્યો છે કે જે લોકો સવારે 9 વાગ્યા પહેલા ભોજન કરી લે છે તેમને હ્રદયનું જોખમ વધી જાય છે. વિલંબના દરેક કલાક માટે હ્રદય રોગનું જોખમ 6 ટકા વધે છે. સંશોધનમાં વર્ષ 2009 થી 2022 સુધીનો ડેટા સામેલ કરવામાં આવ્યો છે. 1,00,000 થી વધુ લોકોના સેમ્પલ સામેલ કરવામાં આવ્યા છે. સંશોદનમાં એ પણ જાણવા મળ્યું છે. કે જે લોકો મોડી રાત્રે ડિનર કરે છે અથવા સવારે મોડો નાસ્તો કરે છે. તેમને હ્રદય રોગનું જોખમ વધી જાય છે. જ્યારે રાત્રે લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી સ્ટ્રોક જેવા મગજના રોગોનું જોખમ ઓછું થઈ જાય છે.

રાત્રે 9 વાગ્યા પછી ખાવાથી ખાસ કરીને મહિલાઓમાં રાતે 8 વાગ્યા પહેલા ખાવાની સરખામણીમાં સેરેબ્રોવેસ્ક્યુલર રોગ ખાસ કરીને સ્ટ્રોકનું જોખમ 28 ટકા જેટલું વધી જાય છે. ભોજનનો સમય હ્રદય રોગને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.