Site icon Revoi.in

બેફામ રીતે બાઈક ચલાવવું પડી ગયું ભારે,સુરતમાં પોલીસે સ્ટંટ કરનારાને કરી આ રીતે સજા

Social Share

સુરત: આપણા દેશમાં કેટલાક લોકો જ્યારે બાઈક લઈને નીકળે ત્યારે એવું સમજતા હોય છે કે તેઓ સર્વગુણ સંપન્ન છે. પોતાને રાજાથી કમ સમજતા નથી, પણ આવું કરવામાં તે લોકો પોતાને તો જોખમમાં મુકે જ છે પરંતુ આજુબાજુના વાહનચાલકોને પણ જોખમમાં મુકતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમા જોવા મળ્યો છે જ્યા સુરત પોલીસ દ્વારા બે સ્ટંટમેનને રોકવામાં આવ્યા છે અને તેમને યોગ્ય સજા આપવામાં આવી છે.

જાણકારી અનુસાર સુરતમાં હાલમાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક મિત્રના ખભા પર એક મિત્ર બેઠો હોય છે. અને આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. જો કે એક હાથમાં પિસ્તોલ અને બીજા હાથમાં સીગરેટ હોય છે. એક તરફ રાત્રી કર્ફ્યૂનું ઉલ્લંઘન અને બીજી તરફ કાયદો અને વ્યવસ્થા ઉપરાંત તમામ પ્રકારનાં આરટીઓના નિયમોને છાપરે મુકીને યુવાનો દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો હતો.

આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અને સમગ્ર તંત્ર પણ સફાળું જાગ્યું હતું. આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. જો કે આ વીડિયો કેટલી હદે વાયરલ થયો તેનો અંદાજ તે બાબત પરથી આવી શકે છે કે, આ બંન્ને આરોપી ઝડપાયા હોવાની માહિતી રાજ્યના ગૃહમંત્રીએ પોતે આપી હતી. આ ઉપરાંત વીડિયોમાં જે પિસ્તોલ દેખાઇ રહી હતી તે લાઇટર હોવાનું સામે આવ્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આવા ગુનાઓ બાબતે તેઓ ખુબ જ સચેત છે. આવું કંઇ પણ ચલાવી લેવામાં નહી આવે.