Site icon Revoi.in

કેવડિયા ખાતે સ્વાસ્થ્ય ચિંતન શિબિર યોજાશે,આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રહેશે હાજર

Social Share

અમદાવાદ:આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નવી દિલ્હીના ઉપક્રમે આગામી તા.5, 6 અને 7 મે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તાનગર (કેવડિયા) ટેન્ટસીટી-2 ખાતે 14મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર અંતર્ગત સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ ચિંતન શિબિરમાં દેશના વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવઓ, અધિક આરોગ્ય સચિવઓ, વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવઓ અને આરોગ્ય કમિશનરઓ તેમજ નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટરઓ ભાગ લેશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય – નવી દિલ્હીની ટીમ દ્વારા ચિંતન શિબિરના સુચારૂ આયોજન અને તેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે એક્તાનગર (કેવડિયા) ટેન્ટસિટી-2 ખાતે બેઠક યોજવામાં આવી હતી.

આ ચિંતન શિબિરમાં ભાગ લેનાર મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ માટેના ચિંતન સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો, નિવાસ, ભોજન, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પર્યટન સ્થળોની મુલાકાત વગેરે બાબતોની તૈયારીની આ બેઠકમાં મુદ્દાવાર સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડાયરેક્ટર ડૉ. નેહા ગર્ગ, ગુજરાત નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર રેમ્યા મોહન, એસ.એમ.વી.એસ.એમ.ના  મેજર જનરલ પ્રા.અતુલ કોટવાલ, એન.એચ.એસ.આર.સી.ના સીનિ. કન્સલ્ટન્ટ પદમ ખન્ના, ડૉ. આદિલ સફી, દિક્ષા રાઠી વગેરેએ ચિંતન શિબિરની સફળતા માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. પ્રારંભમાં અધિક કલેક્ટર એ. કે. જોશીએ સૌનું સ્વાગત કર્યું હતું જ્યારે એકઝીકયુટીવ ડાયરેક્ટર એસ.એચ.એસ.આર.સી. ડૉ. એ. એમ. કાદરીએ ચિંતન શિબિરની પૂર્વ તૈયારીઓનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.