Site icon Revoi.in

PM મોદીના બર્થડે પર રેકોર્ડ વેક્સિનેશનને લઈને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ હેલ્થ વર્કસનો આભાર માન્યોઃ કહ્યું ‘વેલડન ઈન્ડિયા’

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની લડત સામે આ વર્ષના જાન્યુઆરી મહીનાથી રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું ત્યારે વેક્સિનેશન કાર્યક્રમને વધુને વધુ ઝડપી બનાવવાના સરકારના પ્રયત્નો સફળ સાબિત થઈ રહેલા જોઈ શકાય છે, આ સાથે જ વિતેલા દિવસે 17 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભમાં વેક્સિનેશનના બુથ ચાલૂ કરાયા હતા જે અંતર્ગત કરોડો લોકોને વેક્સિન આપવામાં આવી હતી.આરોગ્યમંત્રી મનસુથખ માંડવિયાએ પણ ટટ્વિટ કરીને કાલના દિવસના રસીકરણને સૌથી ઝડપી રસીકરણ ગણાવ્યું છે.

પીએમ મોદીના જન્મદિવ પર રસીકરણે નવો રેકોર્ડ બનાવ્યો  છે, આમ તો છેલ્લા 1 મહિના જેટલા સમયગાળાથી દેશભરમાં દરરોજ એક કરોડ જેટલા વેક્સિનના ડોઝ અપાી રહ્યા છએ પરંતુ પીએમ મોદીના બર્થડે પર 2 કરોડ 50 લાખથી પણ વધુ વેક્સિનના ડોઝ આપીન રેકોર્ડ બનાવ્યો છે.અને આ ચોથી વખત બન્યું છે કે જ્યારે માત્ર એક દિવસની અંદર 1 કરોડથી વધુ ડોઝ અપાયા હોય

આ સમગ્ર બાબતને  આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે,અત્યાર સુધી આપવામાં આવેલા કરોડ ડોઝમાંથી ગઈકાલની ઝડપ વધુ જોવા મળી હતી.જે અત્યાર સુધીની સૌથી વધુ ઝડપ છે કે એક જ દિવસમાં આટલા ડોઝ અપાયા છે.

આરોગ્ય મંત્રીએ આ મામલે ટ્વિટ પણ કર્યું છે, અને , ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે બપોરના દોઢ  વાગ્યા સુધીમાં જ કોરોનાની વેક્સિનના એક કરોડથી વધારે ડોઝ આપી દેવામાં આવ્યા હતાં. જે અત્યાર સુધીની સૌથી વધુ વેગ કહી શકાય’.

નોંધનીય છે કે આ અગાઉ પણ ત્રણ વખત એવું બની ચૂક્યું છે કે જ્યારે વેક્સિનના 1 કરોડથી વધુ ડોઝ અપાયા હોય,જેમાં સૌ પ્રથમ સપ્ટેમ્બરની 6 તારિખ ત્યાર બાદ ૩૧મી ઓગસ્ટ અને ૨૭ ઓગસ્ટના રોજ વેક્સિનેશનના આંકડાએ એક કરોડની સંખ્યા વટાવીને રસીકરણને ઝડપી બનાવ્યું હતું.