Site icon Revoi.in

સ્વાસ્થ્ય મંત્રાલયનો નિર્ણય- હવે ભારતમાં રેહતા વિદેશી નાગરિકોને પણ અપાશે કોરોના વેક્સિન

Social Share

દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારતમાં રહેતા વિદેશી નાગરિકો મોટી રાહતની જાહેરાત કરી  છે.જે અંતર્ગત ભારત સરકારે સોમવારે કહ્યું હતું કે, આરોગ્ય મંત્રાલયે એવા વિદેશી નાગરિકોને કોરોના મહામારી સામે રસીકરણ માટે કોવિન પોર્ટલ પર નોંધણી કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

આ નમાનમલે મીડિયા એહવાલ પ્રમાણે  કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ભારતમાં રહેતા વિદેશી નાગરિકો કોવિન પોર્ટલ પર નોંધણી માટે તેમના પાસપોર્ટને પોતાનો ઓળખ કાર્ડ તરીકે ઉપયોગ કરી શકે છે. એકવાર તેઓ પોર્ટલ પર નોંધણી કરાવ્યા પછી, તેમને રસીકરણ માટે સ્લોટ મળશે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી, ભારતમાં લોકોને કોવિડ વેક્સિનના કુલ 51 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે આ માહિતી આપી હતી. મંત્રાલયે કહ્યું  હતું કે ભારતને 10 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવામાં 85 દિવસ લાગ્યા. 45 દિવસમાં અમે 20 કરોડનો ટાર્ગેટ હાંસલ કર્યો અને હવે 30 કરોડને આંકડા સુધી પહોંચવા બીજા 29 દિવસ લાગ્યા.આ 24 દિવસમાં 40 કરોડના આંકડા સુધી પહોંચ્યા અને 20 દિવસ પછી 6 ઓગસ્ટના રોજ આ સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ.

ઉલ્લેખનીય છે કે દેશવ્યાપી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું. પ્રારંભિક તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું