Site icon Revoi.in

ગોંડલમાં મગફળીની જોરદાર આવક, માર્કેટયાર્ડમાં થઈ જોરદાર આવક

Social Share

રાજકોટ: સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક નોંધાઈ છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ મગફળીની પુષ્કળ આવક થઈ છે. આ વખતેની સિઝનમાં સૌ પ્રથમ મગફળીની પુષ્કળ આવક થઈ છે જેના કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકથી ઉભરાયું હતું. અંદાજે 1.25 લાખ ગુણી મગફળીની આવક નોંધાઇ હતી. હરરાજીમાં મગફળીના 20 કિલોના 1000 થી 1350 સુધી ભાવ મળ્યા હતા. ખેડૂતો પોતાનો માલ સૂકવીને લઈ આવે જેથી કરીને હજુ પણ વધુ ભાવ મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં કેટલાક પંથકમાં થયેલા વરસાદના કારણે ખેડૂતોને ડર હતો કે પાક ફેઈલ થઈ જશે પરંતુ વધારે વરસાદ ન થતા અને લોકોને યોગ્ય પ્રમાણમાં વરસાદનું પાણી મળી રહેતા પાક સારો એવો થયો હતો. સૂત્રોના પાસેથી મળતી જાણકારી અનુસાર આગામી દિવસોમાં હજુ પણ મગફળીની આવક વધારે થવાની સંભાવના છે. સૌથી સારી વાત તો એ છે કે અત્યારે મગફળીનું જોરદાર ઉત્પાદન થતા આવનારા તહેવાના સમયમાં ખાવા પીવાની વસ્તુઓનો ભાવ પણ ઓછો રહી શકે છે. હાલ ખેડૂતોને પણ સારા એવા પ્રમાણમાં ભાવ મળતા તેમનામાં પણ ખુશી જોવા મળી રહી છે.