Site icon Revoi.in

આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Social Share

સુરત:ગુજરાત રાજ્યમાં હાલ દરેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં ભૂવા પડ્યા છે તો ક્યાક ડેમ ભરાય છે. ક્યાક ડેમ છલકાયા છે તો ક્યાંક ડેમ ઓવરફ્લો થયા છે ત્યારે આગામી સમયમાં વરસાદી વાતાવરણ કેવી રહી છે તેના વિશે પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસના હવામાન અંગે આગાહી કરી છે જેમાં ભારે વરસાદની સંભાવના કેટલાક ભાગો માટે વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં 24 કલાક પછી વરસાદમાં મોટો ઘટાડો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ સાથે રાજ્યમાં 20-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યકત કરાઈ છે. આ સિવાય દરિયો તોફાની રહેવાની શક્યતાઓના કારણે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.

અમદાવાદના હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહણે રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. જેમાં તેઓ જણાવે છે કે, ગુજરાત રિજનમાં આગામી 24 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કેટલાક વરસાદના સ્પેલ થઈ શકે છે. મહત્વનું છે કે આજે શહેરના ઘણાં ભાગોમાં હળવો વરસાદ રહ્યો હતો.

માછીમારોની ચેતવણી અંગે વાત કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, દરિયામાં 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય રાજ્યના ભાગોમાં પણ 20-30 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે.