Site icon Revoi.in

 ઉત્તરપ્રદેશના 15 જેટલા જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી – મુખ્યમંત્રીએ તંત્રને એલર્ટ કર્યું

Social Share

લખનૌઃ- ઉત્તરપ્રદેશના લખનૌ શહેરમાં છેલ્લા થોડા દિવસથી વરસાદના કરાણે ગંભીર સ્થિતિ સર્જાય હતી ત્યારે હવે હવામાન વિભાગે ઉત્તરપ્રદેશના 15 જીલ્લામાં ભઆરે વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે અહીં આગામી 24 કલાક માટે , રાજ્યના પૂર્વીય ભાગોમાં ઘણી જગ્યાએ ફરીથી વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

રાજ્યમાં વરસાદને લઈને જોખમ સર્જાય શકે છે જેથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેના પ્રભાવ હેઠળ આવતા નવ જિલ્લાના પોલીસ અને વહીવટી અધિકારીઓને કુઆનો નદીના પૂરને ધ્યાનમાં રાખીને પૂર રાહત માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે.

હવામાન વિભાગે લખનૌમાં સ્થિત ઝોનલ મેટિઅરોલોજીકલ સેન્ટરે રાજ્યના પૂર્વીય ભાગોના 15 જિલ્લાઓમાં આગામી 24 થી 48 કલાક દરમિયાન વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.મુખ્યમંત્રીએ ગોંડા, બસ્તી, આંબેડકર નગર, સંત કબીર નગર, ગોરખપુર, આઝમગઢ, દેવરિયા, મૌ, બલિયા, અયોધ્યા જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વડાઓને ગામડાઓ અને શહેરોમાં લોકોની સલામતી, બચાવ અને રાહત સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા છે

અવિરત વરસાદના કારણે કુઆનો નદી જોખમી નિશાનથી ઉપર વહી રહી છે. આ સાથે જ બારાબંકી અને અયોધ્યામાં ઘાઘરા નદી, લખીમપુર ખેરીમાં શારદા નદી, શ્રાવસ્તીમાં રાપ્તી નદી અને સિદ્ધાર્થનગરમાં બુધી રાપ્તી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જેને લઈને  સંબંધિત જિલ્લાઓમાં એલર્ટ માટે સૂચનાઓ આપવામાં આવી છે લોકોને નહી કાંઠે ન જવાનું કહેવામાં આવ્યું છે.