Site icon Revoi.in

ગીર-સોમનાથ જીલ્લામાં વરસાદનો કહેર , વડુમથક ગણાતા વેરાવળમાં ચારેતરફ પાણી જ પાણી

Social Share

સાહીન મુલતાની-

ગીર-સોમનાથઃ- રાજ્યભરમાં ચોમાસું બરાબર જામી ચૂકી છે ત્યારે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના હાલ બેહાલ બન્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે ગીર સોમનાથ જીલ્લાની તો અહી સતત 3 દિવસથી વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.

ખાસ કરીને ગીર સોમનાથનું વડુમથક ગણાતા વેરાવળમાં પરિસ્થિતિ એવી સર્જાય છે કે લોકોના ધર સુધી પાણી પહોંચ્યા છે.વેરાવળમાંથી પસાર થતી દેવકા નહીના પાણી વેરાવળના શ્રીપાલ સોસાયટી, હવેલી રોડ, બિહારી નગર , ગાયત્રીનગરમાં પ્રવેશ્યા છે જેને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે અનેક નાના મોટા રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે, કેટલાક નાના-નાના ગામો એકબીજાથી સંપર્ક વિહોણા બન્યા છે,આ સહીત વરસાદના કહેરને જોતા વેરાવળ કોડીનાર હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ જાનહાની ન સર્જાય એટલું જ નહી વેરાવળ આજુબાજુના નાના નાન ગામોમાં ઘુંટણસમા પાણીઓ જોવા મળી રહ્યા છે જેને લઈને અનેક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.તો કેટલાક લોકોના વાહનો રસ્તા પર બંધ પડી ગયા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા.

આ સહીત વડુમથક વેરાવળમાં વરસાદના પાણી સમગ્ર શહેરમાં ફરી વળતા શાળાઓ , ટ્યુશનમાં 3 થી 4 દિવસની રજાઓ જાહેર કરવામાં આવી છે,અત્યાર સુધી અહી ભારે વરસાદ હતો, પરંતુ વિતેલી રાત્રે અચાનક 3 -4 વાગ્યા આસપાસ પાણીનો ભરાવો શરુ થયો હતો જેને જોતા સવારે બાળકોના વાલિઓના ફોન પર રજાઓના મેસેજ અને કોલ આવ્યા હતા.

એક રિપોર્ટ પ્રમાણે ગીર સોમનાથ જીલ્લામાં 22 ઈંચ વરસાદ નોંધાયો છે.જેને લઈને આજુબાજુની નદીઓ બન્ને કાઠે વહેતી થઈ છે તો  ડેમ ઓવર ફ્લો થયા છે.આ સહીત સોમનાથમાં ત્રિવેણી સંગમ પાસે બહારના માર્ગ સુધી ઘુંટણથી ઉપર સમા પાણી પહોંચી ચૂક્યા છે જેના કારણે આગળ જવાનો માર્ગ અવરોઘિત બન્યો છે.

આ સાથે જ  બીજી તરફ વેરાવળ પાસે આવેલ ભગવાન કૃષ્ણના મંદિરનો વિસ્તાર ગણાતા ભાલપરા ગામોમાં લોકોના ઘરની અંદર પાણી ઘુસી ચૂક્યા છે. સમગ્ર વિસ્તાર જાણે ટાપુ બની ગયો છે.

વેરાવળના માલજીંજવા ગામ પાસે આવેલો હિરણ ડેમ 2  પણ ઓલરફ્લો થયો હતો જેના કારણે વિતેલા દિવસે ડેમના તમામ દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા જેને લઈને જેમની આજુબાજુના ગામો પણ પાણીમાં ગરકાવ થયા હતા.