Site icon Revoi.in

રાજકોટમાં જોરદાર વરસાદ, અસહ્ય ગરમીથી લોકોને રાહત

Social Share

રાજકોટ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ બની રહેતા લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. રાજકોટ શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને હવે વરસાદ વરસ્યો છે.

રાજકોટમાં પણ ગરમીનો પારો છેલ્લા કેટલાક દિવસોથી ઉપર જઈ રહ્યો હતો તેના કારણે લોકોનો ગરમીનો ભારે સામનો કરવો પડી રહ્યો હતો. પણ હાલ વરસાદી માહોલ બનતા લોકોને રાહત મળી છે. રાજકોટ શહેરના આજુબાજુના ગામડાના વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે.

જો કે વરસાદી માહોલ જામતા ખેડૂતોને પણ હાશકારો અનુભવાયો છે અને વધારે વરસાદ આવે તેવી આશા રાખી રહ્યા છે.