નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: સિક્કિમમાં સતત બરફ વર્ષા થઈ રહી છે જેના પગલે જનજીવનને વ્યાપક અસર થયું છે. દરમિયાન પૂર્વ સિક્કિમના ત્સોમગો ઝીલ પાસે કેટલાક પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારે બરફ વર્ષાને પગલે ફસાયેલા 2700થી વધારે પ્રવાસીઓને બવાયાં છે.
તેમણે જણાવ્યું હતું કે, શેરાથાંગ અને આસપાસના ઉંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષાને પગલે વાહન વ્યવહારને અસર થઈ છે. જેથી 15માં મીલ અને ત્સોમગો ઝીલ વચ્ચે 541 પ્રવાસી વાહન ફસાયાં છે. તેમણે જણાવ્યું હતું કે, યોગ્ય પ્રયાસો દ્વારા 2736 પ્રવાસીઓને લઈ જવાતા તમામ વાહનોને સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે બહાર નીકાળાયાં છે.
પર્યટન વિભાગએ પ્રવાસીઓ અને ટૂર ઓપરેટરોને સલાહ આપી છે કે, હવામાન વિભાગની સંબંધિત ચેતવણીઓનું પાલન કરે. હિમ વર્ષાની સ્થિતિમાં પ્રવાસ કરતી વખતે આ સુનિશ્ચિત કરો કે, વાહન યોગ્ય રીતે સુસજ્જિત છે, જેમાં અનિવાર્ય રીતે સ્નો ચેન પણ સામેલ છે.
આ પણ વાંચોઃ મણિપુરઃ મ્યાનમાર સરહદ પાસેથી 5 ઉગ્રવાદીઓ ઝડપાયાં, હથિયારોનો જથ્થો જપ્ત કરાયો

