Site icon Revoi.in

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું, છ વ્યક્તિઓના મૃત્યુ

Social Share

નવી દિલ્હીઃ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં સર્જાઈ હોવાનું જાણવા મળે છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિઆદિત્યનાથ સિંઘિયા સહિતના રાજકીય આગેવાનોએ આ ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

ખાનગી કંપનીના આ હેલિકોપ્ટરમાં છ લોકો હતા. આ અકસ્માતમાં પાયલોટ સહિત 6 લોકોના મોત થયા છે. ગુપ્તકાશીથી કેદારનાથ ફલાઈટ જતી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. બે દિવસ બાદ પીએમ મોદી કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાતે છે.

આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ રાહત કામગીરી શરૂ કરી હતી. દરમિયાન નાગરિક અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કર્યું કે કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થવું દુર્ભાગ્યપૂર્ણ છે. અમે રાજ્ય સરકારના સંપર્કમાં છીએ અને અકસ્માતમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ.

Exit mobile version