Site icon Revoi.in

હવેથી આ રાજ્યની શાળાઓમાં ભણાવતાઓને સર કે મેડમ નહી પરંતુ માત્ર ટિચર તરીકે જ સંબોધન કરાશે

Social Share

સામાન્ય રીતે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકને સર કે મેડમ કહીને સંબોધતા હોય છે,જે કોઈ પણ શિક્ષક હોય તેને આ નામથી જ બોલાવાય છે,જો રે હવે કેરળમાં એક આદેશ જારી કરવામાં આવ્યો છે જે પ્રમાણે વિદ્યાર્થીઓએ માત્ર ટિચર કહીને જ પોતાના સર કે મેડેમને સંબોધવા પડશે.

આ એક અનોખો નિયમ છે જે હવે કેરળમાં લાગુ કરવામાં આવ્યો છે. હવેથી શાળાના વિદ્યાર્થીઓએ તેમના શાળાના શિક્ષકોને ‘સર કે મેડમ’ કહીને બોલાવવાનું ટાળવું જોઈએ. તેઓએ તેમને ફક્ત ‘શિક્ષક’ તરીકે ઓળખવા જોઈએ.
શિક્ષકો માટે કોઈ લિંગ સંદર્ભ હોવો જોઈએ નહીં. રાજ્ય કમિશનનું માનવું છે કે આનાથી વિદ્યાર્થીઓમાં અસમાનતા ઘટશે અને પરિણામે તેઓ તેમના શિક્ષકો સાથે વધુ જોડાયેલા બનશે. પ્રાપ્ત વિગત પ્રમાણે કેરળ સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સએ રાજ્યની તમામ શાળાઓને શાળાના શિક્ષકોને તેમના લિંગને ધ્યાનમાં લીધા વિના, ‘સર’ અથવા ‘મેડમ’ને બદલે ટિચર તરીકે સંબોધવાનો નિર્દેશ આપ્યો છે.

 કેરળ ચાઇલ્ડ રાઇટ્સ પેનલે નિર્દેશ આપ્યો કે ‘શિક્ષક’ એ ‘સર’ અથવા ‘મેડમ’ જેવા ધોરણો કરતાં સંબોધનનો વધુ લિંગ-તટસ્થ શબ્દ છે.જેથી કરી ટિચર સંબોધવું વધારે સારુ છે. જારી કરાયેલા આદેશ પ્રમાણે “સર” અને “મેડમ” જેવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવાનો પણ ઉલ્લેખ છે.

Exit mobile version