Site icon Revoi.in

દેશના તમામ રાજ્યોના હેરિટેજ સાઈટ્સનો વિકાસ કરાઈ રહ્યો છેઃ પીએમ મોદી

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ પાસે બનેલા નવા સર્કિટ હાઉસનું ઉદ્દઘાટન કર્યું હતું. જે બાદ પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત એક શ્લોકથી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભગવાન સોમનાથની આરાધનામાં આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભક્તિપ્રદાનાય કૃતાવતાંર, તં સોમનાથં શરણં પ્રપધે પાની, ભગવાન સોમનાથની કૃપા અવતીર્ણ હોય છે. કૃપાથી ભંડાર ખુલી જાય છે. જે પરિસ્થિતિઓમાં સોમનાથ મંદિરને તબાહ કરાયું અને જેવી પરિસ્થિતિમાં સરદાર પટેલેજીના પ્રયાસોથી મંદિરના જીર્ણોદ્ધાર કર્યો, આ બંને આપણા માટે મોટા સંદેશ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અલગ-અલગ રાજ્યો અને દુનિયાના વિવિધ દેશોમાંથી સોમનાથ મંદિરના દર્શન કરવા માટે દર વર્ષે લગભગ 1 કરોડ ભક્તો આવે છે. આ શ્રદ્ધાળુઓ અહીંથી પરત જાય છે તો પોતાની સાથે નવા અનુભવ અને અનેક નવા વિચારો સાથે જાય છે. સોમનાથ મંદિર ટ્રસ્ટએ કોરોના સમયમાં જે રીતે શ્રદ્ધાળુઓની સંભાળ રાખી છે સમાજની જવાબદારી ઉઠાવી છે જેમાં જીવ એ શિવ વિચારના દર્શન થયા હતા. આપણે દુનિયાના અનેક દેશો છીએ કે તેમની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનું યોગદાન કેટલું મોટું છે. આપણા અહીં તમામ રાજ્યોમાં આવી અનેક સંભાવનાઓ છે.

પહેલા જે હેરિટેજ સાઈટ્સ ઉપેક્ષિત પડી રહી હતી તેનો હવે સૌના સહયોગથી વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રાઈવેટ સેક્ટર પણ તેમાં સહયોગ માટે આગળ આવ્યાં છે. રામાયણ સર્કિટ મારફતે ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા સ્થળોના દર્શન કરી શકો છે. આ માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે. આવતીકાલથી સ્પેશિયલ ટ્રેન દિવ્ય કાશી યાત્રા દિલ્હીથી શરૂ થશે. આજે દેશ પ્રવાસને સમગ્ર રૂપથી હોલિસ્ટીક વે તરીકે જોવે છે. આજના સમયમાં પ્રવાસન વધારવા ચાર વાત મહત્વની છે પહેલી સ્વચ્છતા, બીજી સુવિધા, સમય અને આપણી સોચ. તેમણે વધુમાં કહ્યું કે, આજે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગ્રે આપણે એક એવા ભારત માટે સંકલ્પ લઈ રહ્યાં છે જે જેટલું આધુનિક હશે તેટલો જ પોતાની પરંપરાઓ સાથે જોડાયેલો હશે.