Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં 1 હજાર કિમી સુધી હાઈ એલર્ટ જારી – ગંગા નદીના કિનારે સુરક્ષામાં વધારો

Social Share

દિલ્હીઃ-ઉત્તરાખંડના ચમોલી જીલ્લામં ગ્લેશ્યર તચૂટવાની ઘટનાને લઈને ઋષિગંગા નદીમાં પ્રવાહ આવ્યા બાદ રેણી ગામથી 1 હજાર કિલોમીટર દૂર અલ્હાબાદ સુધી જ્યા જ્યા ગંગા નદિના કિનારા છે ત્યા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ગંગા નદિના કિનારે વસતા કેટલાક સ્થળો સુરક્ષાની દ્રષ્ટિએ સંપૂર્ણે પણે ખાલી પણ કરવાવામાં આવી ચૂક્યા છે.

મળતી માહિતી પ્રામણે ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી થયેલા ભય ્ને નુકશાનને લઈને ઉત્ર પ્રદેશમાં ગંગા કિનારે સ્થિતિ 11 મંડળો અને 27 જીલ્લાઓમાં હાઈ એલર્ટ જારી કરાયું છે,આ જીલ્લાઓમાં ડીએમ તથા વરિષ્ઠ પોલિસ અધિકારીઓને સતત નજર રાખવાવા આદેશ આપવામાં આવી ચૂક્યા છે.

અયોધ્યાથી વારાણસી જતા સમયે યૂપીના સીએ યોગી આદિત્યાનાથ એ જણાવ્યું હતુ કે, અલકનંદા ગંગા નદીની સહાયક નદિ છે,જો તેનું જળસ્તર વધે તો ગંગા નગિનું પણ જળ સ્તર વધવાની સંભાવનાઓ છે,જેના કારણે વિસ્તારોમાં ગંગા નદિથી અદાજે 1 હજરા કિલો મીટર કિનારા વાળા વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે,ગંગાના પ્રવાહને નરોડા અને બિજનોરના બે બેરેજ પર ગંગાના પ્રવાહને સંભાળવાનો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા એસડીઆરએફને પણ એલર્ટ કરી દીધું છે.

આ સંકટની સ્થિતિમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યાનાથેએ કહ્યું કે, સંકટની સ્થિતિમાં યુપી સરકાર ઉત્તરાખંડ સરકારની સાથે છે. ઉત્તરાખંડ સરકારને તમામ જરૂરી મદદ આપવામાં આવશે. પીડિત પરિવારો અને નાગરિકો પ્રત્યે અમારી સંવેદના

મુખ્યમંત્રીની સૂચનાથી મુખ્ય સચિવ રેણુકા કુમારે સંભવિત પૂરની પરિસ્થિતિથી સાવધ રહેવાની સૂચના આપીને 27 જિલ્લાના 11 મંડાલયુકત અને ડીએમઓને પત્ર લખીને સંભવીત પુરની સ્થિતિથી એલર્ટરહેવા જણાવ્યું છે,જેમાં મુરાદાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર, અલીગઢ, બરેલી, કાનપુર, લખનઉ, પ્રયાગરાજ, મિરઝાપુર, વારાણસી અને આઝમગનો સમાવેશ થાય છે, આ સાથે જ ગંગા સથે જોડાયેલા કેટલાક જીલ્લાઓને પણ એલર્ટ કરાયા છે.

ગંગા કિનારે સ્થિત જિલ્લાઓમાં જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો પાણીનું સ્તર વધે તો લોકોને ત્યાંથી દૂર મોકલવાની યોજના તૈયાર કરાઈ છે રાહત અને બચાવ માટે સુચનાઓ આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરે અને અફવાઓનો ફેલાવો ન કરે. સાવધાની સાથે નદીના કાંઠે પોતે સમજીને જ ન જશો. પ્રતિકૂળ પરિસ્થિતિના મામલે જિલ્લા વહીવટીતંત્રને સહકાર આપો.શ્રી કમિશનર કંટ્રોલરૂમ દ્વારા તમામ જિલ્લાઓ સાથે વાત કરી તેઓને એલર્ટ રહેવા નિર્દેશ આપવામાં આવી ચૂક્યા છે.

સાહિન-