Site icon Revoi.in

હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગુજરાતી પ્રવાસીઓથી ઊભરાયુઃ હોટલ ભાડાંમાં તોતિંગ વધારો

Social Share

પાલનપુરઃ ઉત્તર ગુજરાતની બોર્ડરને અડીને આવેલા રાજસ્થાનના ફેમસ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાલ પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે. છેલ્લા 10 દિવસથી વાદળોથી ઢંકાયેલા અને ઝરમરિયા વરસાદથી હિલ સ્ટેશન માઉન્ટ આબુનો નજરો રમણીય જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં રાજસ્થાન સરકારે માઉન્ટ આબુને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવતાં પ્રવાસીઓના ધસારાથી અહીં ધંધા રોજગાર ફરી જીવતં બન્યા છે. જોકે પાછલા દોઢ વર્ષથી મોટાભાગે મંદીમાં સમય પસાર કરનારા હોટેલ રેસ્ટોરન્ટવાળાઓએ તકનો લાભ લેવા માટે ભાડા સહિત તમામ વસ્તુઓના ભાવ પાંચ ગણા વધારી દીધા છે.

ગુજરાતના લોકો માટે રજાઓ માણવાના મનપસદં હિલસ્ટેશન માઉન્ટ આબુમાં હજારોની સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. ત્યારે છેલ્લા 10 દિવસથી વરસાદી માહોલ વચ્ચે હિલસ્ટેશન વાદળો વચ્ચે ઢંકાઈ જતા પર્વતમાંથી ઠેર ઠેર નાના ઝરણાઓ શં થતાં પ્રવાસીઓના આનંદમાં વધારો થયો છે. વરસાદના કારણે અરવલ્લીના તમામ પર્વતો લીલાછમ થતાં કુદરતનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય દિવસોથી સૂર્ય જોવા મળ્યો નથી.

તેમજ સતત ઝરમર વરસાદ અને વાદળોના કારણે ઠંડીનું પ્રમાણ વધતાં ગરમ કપડાનો સહારો લેવો પડી રહ્યો છે. બીજી તરફ ગુજરાતી પ્રવાસીઓના ધસારાથી ફકત વાહન પાકિગનો ચાર્જ વસૂલવાથી જ લાખોની કમાણી કરતી આબુ નગરપાલિકા દ્રારા પોલો ગ્રાઉન્ડમાં પાકિગની વ્યવસ્થા બધં કરવામાં આવતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ફકત નખીલેક પાસે જ પાકિગની વ્યવસ્થા જે ખૂબ જ નાનું ગ્રાઉન્ડ હોવાથી પ્રવાસીઓના વાહનોનો સમાવેશ થઈ શકતો નથી. તેમજ જો વાહનો રસ્તાના સાઈડ પર પાર્ક કરવામાં આવે તો દંડાત્મક કાર્યવાહી કરાય છે. આમ પ્રવાસીઓ પર બેવડો માર પડે છે