1. Home
  2. Tag "Mount Abu"

માઉન્ટ આબુ ખાતે પર્વતારોહણ એડવેન્ચર,એડવાન્સ અને કોચિંગ રોક ક્લાઈબ્બીંગ યોજાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનરના હસ્તકની માઉન્ટ આબુ ખાતે આવેલી સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ખાતે આગામી તા. 01-05-2024થી નિ:શુલ્ક એડવેન્ચર, એડવાન્સ અને કોચિંગ રોક ક્લાઈમ્બીંગ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના યુવાનો માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ખાતે નિ:શુલ્ક એડવેન્ચર કોર્ષ, એડવાન્સ રોક ક્લાઈમ્બીંગ કોર્ષ અને કોચિંગ રોક ક્લાઈમ્બીંગ […]

માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ, માઈનસ-2 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઉમટી પડ્યાં

પાલનપુરઃ ગુજરાતની સરહદ પર આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં બર્ફલી ચાદર છવાઈ જતાં તાપમાન માઈનસ 2 ડિગ્રીએ પહોંચ્યુ છે. ત્યારે બર્ફિલા નજારાને માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. દિવસ દરમિયાન પ્રવાસીઓ બરફિલા નજારાની મોજ માણીને સાંજ પહેલા જ હોટલમાં પુરાઈ જતા હોય છે. દિવસ દરમિયાન ધમધમતું હીલ સ્ટેશન સાંજ પડતા જ સુમસામ બની જાય છે. […]

માઉન્ટ આબુ ગુજરાતી પ્રવાસીઓથી ઊભરાયું, હોટલના ભાડાંમાં તોતિંગ વધારો,

અમદાવાદઃ દેશમાં હરવા-ફરવા માટે ગુજરાતના લોકો પ્રથમ ક્રમાંકે આવે છે. દેશ કે વિદેશના ગમે તે પર્યટક સ્થળોએ ગુજરાતીઓ વધુ જોવા મળતા હોય છે. દિવાળીની રજાઓ અને ત્યાર બાદ પણ ગુજરાતની બોર્ડર પર આવેલા અને હીલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુ ખાતે ગુજરાતી પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. તેના લીધે હોટલો ભરચક થતાં હોટલ સંચાલકોએ ભાડાં વધારી દીધા […]

માઉન્ટ આબુમાં માયનસ 6 ડિગ્રી, બરફની ચાદર પથરાઈ, પ્રવાસીઓનો ધસારો

અમદાવાદઃ ગુજરાતની સરહદ પર આવેલા રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુ કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ ગયું છે.ઉત્તર-પૂર્વના બર્ફીલા પવનને કારણે માઉન્ટ આબુમાં પારો માઈનસમાં ગયો છે. ખેતરોમાં ઘાસની જેમ બરફ પથરાઈ ગયો છે, ગાડીઓ ઉપર અને માટલામાં બરફ જામી ગયો છે. હાડ થીજવતી ઠંડીને કારણે લોકો ધ્રૂજી ઊઠ્યા છે.  આવા માહોલમાં પણ પ્રવાસીઓ ઊમટી પડતાં હોટલો હાઉસફુલ […]

માઉન્ટ આબુમાં રાત્રે 8 વાગ્યા બાદ દારૂની દુકાનો ખૂલ્લી રાખી શકાશે નહીં, સરકારે લીધો નિર્ણય

અમદાવાદ : ગુજરાતની નજીક આવેલા અને હીલ સ્ટેશન ગણાતા રાજસ્થાનના માઉન્ટ આબુમાં મોડારાત સુધી શરાબની દુકાનો ખૂલ્લી રહેતી હતી. આથી રાજસ્થાનની સરકારે રાતના 8 વાગ્યા સુધી જ શરાબની દુકાનો ખૂલ્લી રાખવાનો આદેશ કર્યો છે. રાતના 8 વાગ્યા બાદ શરાબની દુકાનો ખૂલ્લી રાખનારા સામે પગલાં ભરવા પોલીસ વિભાગને તાકીદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં […]

માઉન્ટ આબુમાં નકી લેક ઓવરફ્લો, ખળખળ વહેતા ઝરણાંઓને નિહાળવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં

પાલનપુરઃ અષાઢ મહિનો પૂર્ણ થતાં આવતીકાલે શુક્રવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસાના પ્રથમ મહિનામાં બનાસકાંઠા સહિત રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં સારોએવો વરસાદ પડ્યો છે. જેના લીધે પર્યટક સ્થળ ગણાતા અને ગુજરાતના સરહદી વિસ્તાર રાજસ્થાનમાં આવેલા માઉન્ટ આબુમાં કૂદરતે સોળે કળાએ શણગાર સજ્યો હોય તેમ અનોખો નજારો સર્જાયો હતો. નકી લેક ઓવરફ્લો થયું […]

માઉન્ટ આબુના અભયારણ્યનું વાતાવરણ રિંછને ફાવી ગયું, બે વર્ષમાં રિંછની સંખ્યમાં 35 નો વધારો

અંબાજીઃ હિલ સ્ટેશન માઉન્ટ આબુનો ઘટાદાર જંગલ વિસ્તાર જેસોર અભયારણ્ય અડીને આવેલો છે. એકવાર રીંછ અને દીપડા બનાસ નદીના માધ્યમથી અહીં અવરજવર કરતાં રહે છે. જો કે બનાસકાંઠા કરતા માઉન્ટ આબુમાં રિંછની સંખ્યા વધુ છે. બે વર્ષ બાદ માઉન્ટ આબુ અભ્યારણમાં વન્યજીવ ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 55 દિપડા હોવાનું ગણતરીમાં સામે આવ્યું છે […]

ગુજરાતમાં મંગળવારથી ઠંડીમાં ક્રમશઃ વધારો થશે, માઉન્ટ આબુમાં રોડ પર બરફના પડ જામ્યાં

અમદાવાદઃ રાજ્યમાં માગશર મહિનાના પ્રારંભ થયો હોવા છતાં હજુ અમદાવાદ સહિત મહાનગરમાં તિવ્ર ઠંડી અનુભવાતી નથી. જોકે ગામડાંમાં શહેરોના પ્રમાણમાં વધુ ઠંડી અનુભવાઈ રહી છે. હાલ ઠંડીનું પ્રમાણ ધીરે-ધીરે વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં ધીમી ગતિએ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે મંગળવારથી અમદાવાદમાં ઠંડીનો પારો વધવાની આગાહી કરી છે. […]

માઉન્ટ આબુ પ્રવાસીઓથી ઊભરાયું, હોટલો-રિસોર્ટના ભાડાંમાં તોતિંગ વધારો,

અમદાવાદઃ દેશમાં સૌથી વધુ ફરવાના શોખિનમાં ગુજરાતીઓનો નંબર પ્રથમ આવે, ગયા વર્ષે તો કોરોનાને કારણે બહાર ફરવા જવાનો મોકો મળ્યો નહતો. પણ આ વર્ષે તો અમદાવાદ સહિત શહેરોના મોટાભાગના પરિવારો પર્યટક સ્થળોએ ફરવા ઉપડી ગયા છે. એટલે સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જુનાગઢ સોમનાથ, દીવ, દ્વારકા, અંબાજી અને માઉન્ટ આબુ સહિતના સ્થળો પ્રવાસીઓથી ઊભરાઈ ગયા છે. […]

દિવાળી વેકેશનને લીધે માઉન્ટ આબુ પ્રવાસીઓથી ઊભરાયું, હોટલોએ ત્રણગણા ભાડાં વધારી દીધા

અમદાવાદઃ ગુજરાતીઓ હરવા ફરવાના શોખિન હોવાનું કહેવાય છે. સરકારી કચેરીઓમાં રજાઓ શરૂ થઈ ગઈ છે. વેપારીઓ પણ લાભપાંચમ સુધી વેપાર-ધંધામાં રજા રાખતા હોય છે . શાળા, કોલેજોમાં પણ દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે. ત્યારે મોટાભાગના ગુજરાતીઓ પર્યટક સ્થળોએ દિવાળીની રજાઓ મહાણવા ઉપડી ગયા છે. ગુજરાત નજીક આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુ પ્રવાસીઓથી ઊભરાઈ ગયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code