Site icon Revoi.in

હિમાચલના CM જયરામ ઠાકુર એ પીએમ મોદી સાથે કરી મુલાકાત -31 મે ના રોજ રાજ્યમાં આવવા માટે આમંત્રણ આપ્યું

Social Share

શિમલાઃ-  હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.આ ઉપરાંત સીએમ એ પ્રધાનમંત્રી મોદીને 31 મેના રોજ હિમાચલ પ્રદેશની મુલાકાત માટેનું આમંત્રણ પણ પાઠ્વ્યું છે. ઉલ્લેખનીય છે કે 31 મેના રોજ મોદી સરકાર પોતાનો આઠ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી રહી છે. આ દરમિયાન ‘ખાલિસ્તાન’ સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

આ સાથે જ  ધર્મશાલા વિધાનસભા સંકુલની દિવાલ પર ખાલિસ્તાની ઝંડો અને ભીંતચિત્ર દોરવાની ઘચટના બની હતી ,ઉલ્લેખનીય છે કે 8 મેની સવારે હિમાચલ પ્રદેશના વિધાનસભા સંકુલમાંથી કેટલાક ફોટો સામે આવ્યા હતા, જેમાં જોઈ શકાય છે કે જ્યાં ઈમારતના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની ઝંડા બાંધવામાં આવ્યા હતાત્યારે આ વિધાનસભાની ઘટના પર મુખ્યમંત્રી જયરામ ઠાકુરની પ્રતિક્રિયા પણ આવી છે

સીએમએ કહ્યું છે કે આ ઘટનાને જોતા રાજ્ય પોલીસને મોટી સફળતા મળી છે. તેમણે કહ્યું કે આ ઘટનામાં એક આરોપીની આજે સવારે પંજાબમાંથી ધરપકડ કરવામાં આવી છે, મુખ્યમંત્રીએ કહ્યું કે હિમાચલ પ્રદેશ પોલીસ અને પંજાબ પોલીસના સંયુક્ત પ્રયાસોથી બીજા આરોપી વિનીત સિંહને પણ ટૂંક સમયમાં શોધી કાઢવામાં આવશે અને તેની ધરપકડ કરવામાં આવશે.