Site icon Revoi.in

હિમાચલ પ્રદેશના પર્યટન ક્ષેત્રો વિકેન્ડમાં પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યા – શિમલામાં હોટલની તંગી વર્તાઈ

Social Share

 

 

શિમલાઃ- હિમાચલ પ્રદેશમાં કોરોના બાદા અનેક નિયમો હળવા કરી દેવાયા છે, જેને લઈને પર્યટન વ્યવસ્યામાં વેગ જોવા મળી રહ્યો છે. શનિવારે રાત્રે શિમલાની મોટાભાગની હોટલો ભરાઈ ગયા બાદ રુમ ન મળવાના કારણે પ્રવાસીઓએ પોતાના વાહનોમાં રાત પસાર કરવી પડી હતી. ગાડીઓ પાર્ક કરવા માટે  પાર્કિંગમાં જગ્યાનો પણ અભાવ સર્જાયો હતો. રૂમની શોધમાં કેટલાક પ્રવાસીઓ મશોબ્રા, શોગી, કુફરી પહોંચ્યા હતા, ત્યારે કેટલાક પ્રવાસીઓએ શહેરમાં રહીને પોતાના વાહનોમાં જ રાત પસાર કરી હતી.

ઘણા સમયથી લોકો બહાર ફરવા જવાનો વિચાર કરી રહ્યા  હોય પરંતુ કોરોના મહામારીને કારણે લોકોએ ઘરમાં રહેવાની ફરજ પડી હતી ત્યારે હવે વધુને વધુ લોકો પોતાના સિટીની આસપાસના વિસ્તારોમાં પ્રવાસે ઉપડી રહ્યા છે, આ પ્રવાસીઓએ મનાલી, મેક્લિયોડગંજ, ચંબાના ડાલહૌસી, ખજિયાર, સોલનની ચૈલ, કસૌલીની પણ ભીડ ઉભી કરી હતી.ખાસ કરીને દિલ્હી પંજાબ સહીતના લોકોએ વિકેન્ડમાં હિમાચલના પ્રવાસની પસંદગી કરી હતી.અનેક રાજ્યમાંથી લોકો અહીં આવ્યા હતા.

ધર્મશાળાના દુર્ગમ પર્યટન સ્થળ 800 પ્રવાસીઓ ત્રિયુંડ પહોંચ્યા હતા. આ વિસ્તારોની 90 ટકા  હોટલો પહેલા જ બુક કરાઈ ચૂકી હતી. હોટલોનું એડવાન્સ બુકિંગ  હાલ પણ થઈ રહ્યું છે. આ મહિને, સપ્તાહના અંતે, રેકોર્ડ પ્રવાસીઓ શિમલા સહિત રાજ્યના તમામ પર્યટક સ્થળોએ પહોંચી ગયા છે.

અંદાજે 11 હજાર જેટલા પર્યટક વાહનો શિમલા શહેરમાં પ્રવેશ્યા હતા વિતેલા દિવસે રવિવાર હોવાથી લોકો વિકેન્ડની મજા માણવા શિમલા ખાતે આવી પહોચ્યા હતા. પર્યટક વાહનોને અંકુશમાં લેવા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અનેક લોકોએ એ઼વાન્સ બુકિંગ કરીને રુમ પેક કરી દીધા હતા.આ સાથે જ રવિવારે પણ, હોટલોમાં 60 ટકા રૂમ બુક કરાયા હતા.