Site icon Revoi.in

હિન્દી – ચીની ભાઈ-ભાઈ! ચીનના પ્રવાસીઓ માટે ભારતે વિઝા સેવા પુનઃ શરૂ કરી

Bharat resumes tourist visa for Chinese
Social Share

નવી દિલ્હી, 21 નવેમ્બર, 2025: India resumes visa services for Chinese tourists 2020માં સરહદે ચીની સૈનિકોએ કરેલા દુઃસાહસ બાદ ચીનના નાગરિકોને ભારતના વિઝા આપવાનું બંધ થયું હતું તે હવે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. ભારતના પ્રવાસે આવવા માગતા ચીની નાગરિકો હવે વિદેશોમાં આવેલા ભારતીય દૂતાવાસ તેમજ કોન્સ્યુલેટ કચેરીઓમાં વિઝા માટે અરજી કરી શકશે.

વાસ્તવમાં ભારત સરકારે જુલાઈ 2025માં આ નિર્ણય લીધો હતો અને હવે ચાર મહિના પછી તેનો અમલ શરૂ થયો છે. એપ્રિલ-મે 2020માં ગલવાન ખીણમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ઉપર ચીની સૈનિકો દ્વારા થઈ રહેલી ઘૂસણખોરી રોકવા ભારતીય વીર સૈન્ય જવાનોએ જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો. એ અથડાણમાં ઘણી મોટી સંખ્યામાં ચીની સૈનિકો માર્યા ગયા હતા અને ભારતે પણ અમુક સૈનિક ગુમાવ્યા હતા.

એ ઘટના બાદ ભારતે ચીન સાથેનો દ્વિપક્ષી સંબંધ સ્થગિત કરી દીધો હતો.

જોકે હવે આ અઠવાડિયાના પ્રારંભે દુનિયાના દેશોમાં કાર્યરત ભારતીય દૂતાવાસ તેમજ કોન્સ્યુલેટ કચેરીઓમાં ચીની નાગરિકોને વિઝા આપવાની પ્રક્રિયા શરૂ થઈ હોવાનું જાણકાર સૂત્રોએ કહ્યું હતું. અલબત્ત, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ગલવાન ઘટના બાદ વણસેલા સંબંધો પછી ભારતીય અને ચીની સૈન્ય અધિકારીઓ વચ્ચે ઘણા સમયથી વાટાઘાટ ચાલી રહી છે જેથી નિયંત્રણ રેખા ઉપર તંગદિલી ઘટાડી શકાય. આ દરમિયાન છેલ્લા છએક મહિનાથી બંને દેશના રાજકીય નેતૃત્વ વચ્ચે પણ અનૌપચારિક સંપર્ક શરૂ થયો હતો. એ દરમિયાન ચીને કૈલાશ માનસરોવર યાત્રા માટે નિયમો હળવા કર્યા ત્યારથી ભારતના વલણમાં પણ હકારાત્મક પરિવર્તન આવ્યું હતું.

ખાસ કરીને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ મુદ્દે અખત્યાર કરવામાં આવેલા વલણ બાદ ભારત અને ચીન નજીક આવ્યા હોવાનું મનાય છે.

Breaking News દુબઈ એર શો દરમિયાન ભારતીય યુદ્ધ વિમાન તેજસ તૂટી પડ્યુંઃ જુઓ વીડિયો

Exit mobile version