Site icon Revoi.in

સુરતના સાડી ઉદ્યોગમાં પણ હિન્દી ફિલ્મ પુષ્પાની બોલબાલા

Social Share

નવી દિલ્હીઃ તાજેતરમાં જ હિન્દી ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા ધ રાઈઝનો જાદુ ફિલ્મ કલાકારોની સાથે રાજનેતાઓમાં જોવા મળી રહ્યો છે. દરમિયાન સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં પુષ્પા સાડીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પુષ્પાના કલાકારોના પોસ્ટર પ્રિન્ટની સાડીઓની માંગ વધી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કાપડ માર્કેટના યુવાન કાપડ વેપારી ચરણપાલ સિંહે પુષ્પા ફિલ્મ જોયા બાદ કલાપ્રેમી તરીકે છ મીટરની સાડી પર પ્રિન્ટ કરાવી લીધી હતી. પ્રિન્ટેડ સેમ્પલ સાડીની દુકાનમાં આવ્યા પછી તેણે તેને સોશિયલ મીડિયા પર મૂક્યું, પછી તરત જ સ્થાનિક અને બહારના કાપડ બજારના વેપારીઓને આ ડિઝાઇન પસંદ આવવા લાગી અને તેમને ઓર્ડર પણ મળવા લાગ્યા. હાલમાં આ સાડી સુરતમાં માત્ર એક જ મિલમાં પ્રિન્ટ થઈ રહી છે, પરંતુ જેમ જેમ ક્રેઝ વધતો જાય છે તેમ તેમ અન્ય મિલોમાં પણ પ્રિન્ટ થવાનો અવકાશ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક કાપડના વેપારીઓ સમયાંતરે શોખ અને કોમર્શિયલ સ્તરે આવા પ્રયોગો કરતા હોય છે. 2014નો ફિફા વર્લ્ડ કપ હોય કે નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા તેની લોકપ્રિયતા હોય. આ સાડી જ્યોર્જેટ એટલે કે વજન વગરની કાપડની સાડી પહેરવામાં આવી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર ફિલ્મ ‘બાહુબલી’ની એક ઝલક પણ દેશભરના સુરત ટેક્સટાઈલ માર્કેટની સાડીઓ પર જોવા મળી છે.