Site icon Revoi.in

મુસ્લિમ દેશોમાં હિંદુ મેજીક, અબુધાબી બાદ વધુ એક ઈસ્લામિક દેશમાં થશે મંદિર નિર્માણ

Social Share

નવી દિલ્હી: અબુધાબીમાં હિંદુ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા એટલે કે બીએપીએસ વધુ એક મોટી યોજના પર કામ કરી રહી છે. ખાડી દેશ બહરીનમાં એક ભવ્ય મંદિર બનાવવાની તૈયારી થઈ રહી છે. બીએપીએસ ગુજરાતના એક પદાધિકારીએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યુ છે કે બહરીનના શાસકને ક્ષેત્રમાં સ્વામીનારાયણ મંદિરના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. યોજનાને ભૂમિની ફાળવણીનું કામ ચાલી રહ્યું છે. અમને આશા છે કે આગામી ત્રણથી ચાર વર્ષોમાં વધુ એક ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય પૂર્મ થઈ જશે.

તેમણે કહ્યુ છે કે હાલમાં ઓસ્ટ્રેલિયાના સિડની, દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગ અને ફ્રાંસના પેરિસમાં ત્રણ મંદિર નિર્માણાધીન છે.

મહત્વપૂર્ણ છે કે અબુધાબી ખાતે હિંદુ મંદિરનો અભિષેક બુધવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો. 27 એકરમાં ફેલાયેલું આ ઐતિહાસિક સ્થાન અબુધાબીનું પહેલું હિંદુ મંદિર છે. તે ભારતીય સંસ્ક઼ૃતિ અને સંયુક્ત આરબ અમીરાતની ઓળખનું વિશિષ્ટ મિશ્રણ છે. 11 ફેબ્રુઆરી, 2024ના રોજ અબુધાબીના બીએપીએસ હિંદુ મંદિરમાં વિશ્વ સંવાદિતા યજ્ઞમાં 980થી વધુ લોકો એકત્રિત થયા. પ્રાચીન ઔપચારીક અનુષ્ઠાનોને સંપન્ન કરવા માટે ભારતમાંથી સાત પુરોહિત અબુધાબી ગયા હતા.

પરમ પાવન મહંત સ્વામી મહારાજના માર્ગદર્શનમાં મંદિર યોજાનું નેતૃત્વ કરી રહેલા સ્વામી બ્રહ્મવિહારીદાસે કહ્યુ છે કે આવો યજ્ઞ ભારતની બહાર ભાગ્યે ક્યારેક થયો છે. આ પ્રસંગ મંદિરના વૈશ્વિક એકતાના સંદેશની આદર્શ પદ્ધતિ હતી.

બીએપીએસ સ્વામીનારાયણ જૂથે ભારત અને વિદેશોમાં 1200થી વધુ મંદિરોનું નિર્માણ કર્યું છે. આ મંદિરો પોતાની ભવ્ય વાસ્તુકળા માટે પ્રસિદ્ધ છે. ગાંધીનગરમાં તેમના મંદિરોમાંથી એક અક્ષરધામ મંદિર પર સપ્ટેમ્બર, 2002માં આતંકવાદી હુમલો થયો હતો. દેશમાં બે અક્ષરધામ મંદિર છે. બીજું અક્ષરધામ મંદિર દિલ્હીમાં છે અને ત્રીજાનું ઉદ્ઘાટન ગત વર્ષ ઓગસ્ટમાં અમેરિકાના રોબિંસવિલે, ન્યૂજર્સીમાં કરવામાં આવ્યું હતું.