Site icon Revoi.in

મુલતાનના સુર્ય મંદિર અને વિશાળનગરથી ઇતિહાસકારો પણ આકર્ષાયા

Social Share

મુલ્તાનના ભવ્ય સૂર્ય મંદિર અને વિશાળનગરથી ઈતિહાસકારો પણ આકર્ષાયા હતા. તેમજ અનેક ઈતિહાસકારોએ પોતાના પુસ્તકમાં આ નગરીની ભવ્યતા અને સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યો છે.

ઈસા પૂર્વે 515 એટલે કે 2537 વર્ષ પહેલા એડમિરલ સ્કાઈલેક્સએ પણ મુલતાનના અતિ વિશાળ અને સમૃદ્ધ સૂર્ય મંદિર તથા વિશાળ નગરનો ઉલ્લેખ કર્યો હતો. હીરોડોટ્સ (484-425 ઈસા પહેલા)એ પણ આ મંદિરની ભવ્યતાનો વર્ણન કર્યો છે. ઈ.સ. 641માં વ્હાન્ટસાંગ અને ઈ.સ. 957માં અલ હસ્તાખરી પણ અહીં એક જ સંકુલમાં શિવ અને બુદ્ધની મૂર્તિઓની હાજરીનો ઉલ્લેખ કર્યો હતો.

આ સનાતન વૈદિક અને બૌદ્ધ ફિલસૂફીની એકતા દર્શાવે છે. ઈ.સ. 641માં વ્હાન્ટસાંગ અને ઈ.સ. 957માં ઈતિહાસકાર અલ્હસ્તાખારીએ અહીં સોના, ચાંદી અને રત્નોના ભંડારનું વર્ણન કર્યું હતું.

60-30 બીસી વચ્ચેના ઇતિહાસકાર ડાયડોટસ (બીસી 95-175) અને સ્ટ્રેબો (ઈસા પૂર્વે 63-24) વગેરેએ મુલતાનને તે સમયગાળાના દેશના સૌથી મોટા શહેરોમાંનું એક ગણાવ્યું છે. અલ-બિરુનીના મત અનુસાર, આ સૂર્ય મંદિર 2,16,432 વર્ષ જૂનું માનવામાં આવે છે. 1978માં પ્રકાશિત પાકિસ્તાનના સિંધ પ્રાંતના હૈદરાબાદના ડો. મુમતાઝ હુસૈનના સંશોધન પર આધારિત હિસ્ટ્રી ઓફ સિંધ સિરીઝ, વોલ્યુમ 2 પુસ્તકમાં આ વાત ટાંકવામાં આવી છે. મુલ્તાનમાં 1992માં તોફાનીઓએ સૂર્ય મંદિરમાં તોડફોડ કરી હતી. જેના અવશેષો હાલ પણ ઉપલબ્ધ હોવાનું મનાઈ રહ્યું છે.

326 બીસીમાં સિકંદરના આક્રમણ દરમિયાન, તે મુલતાનમાં ઝેરી તીરથી ઘાયલ થયો હતો, જે બાદ અહીં આગ ચંપવામાં આવી હતી. સિકન્દર અને ગજનવીની આગ ચાંપવાની ઘટનાની રાખનો પડ 1861માં કનિંગહામ દ્વારા અહીં ખોદકામ કરતા  મળી આવ્યો હતો.

Exit mobile version