- ગુજરાતના જૂનાગઢનો ઈતિહાસ
- 700 વર્ષ કરતા વધારે જુનું શહેર
- જાણો અત્યાર સુધીની સફર વિશે
જૂનાગઢ એ ગુજરાતમાં આજે પણ મોટી સંખ્યામાં લોકો માટે ફરવાલાયક સ્થળ છે. મોટી સંખ્યામાં લોકોને જૂનાગઢમાં ફરવા જવું અને રહેવું ગમે છે. પણ શું જૂનાગઢનો ઈતિહાસ તમને ખબર છે. જૂનાગઢ શહેર કે જે ગુજરાતની પૂર્વ ભાગમાં સ્થિત છે તે લગભર 700 વર્ષ કરતા વધારે જુનું શહેર છે.
ઇતિહાસ જણાવે છે કે જુનાગઢના પ્રાચીન નામોમાં કરણકુજ, મણિપુર, રિવંત, ચંદ્રકુંપુર, નરેન્દ્રપુર, ગિરિનગર અને પુરાતનપુર તરીકે પણ જાણીતા છે. 1820 એડી બ્રિટિશ સરકાર પછી નામ જૂનાગઢ આપ્યું જે રાજ્ય દ્વારા નોંધાયેલું છે અને જાહેરમાં લોકપ્રિય છે. જોકે આજે પણ ગ્રામ્ય લોકો કહે છે કે જુનાગઢ પર વિવિધ નિયમો મુજબ શાસન હતું.
1472 પછી મહમૂદ બેગડા, ખલીલ ખાન, મુઝફ્ફર, સિકંદર, બહાદુરશા અને ઇબાદત્નખાન જુનાગઢ પર 1573થી 1748ની વચ્ચે શાસન કર્યું હતું. ત્યારબાદ જુદી જુદી બાબીસ/નવાબ જૂનાગઢ પર 1947 સુધી શાસન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના છેલ્લા નવાબ જુનાગઢના જનસંખ્યા દ્વારા સ્થાપવામાં આવેલા આરઝી હુકુમતના હુમલાને કારણે 9-11-1947ના રોજ જૂનાગઢને છોડી કરાંચી ગયા હતા.
1949માં જુનાગઢ રાજ્યને સૌરાષ્ટ્ર રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું. ચીની પ્રવાસી હ્યુન એન સંગે જુનાગઢની મુલાકાત લીધી હતી.
જૂ+નાગઢ વિશે ઈતિહાસમાં મોટી મોટી પુસ્તકો લખવામાં આવેલી છે. અનેક પ્રકારની રસપ્રદ વાતો જૂનાગઢ વિશે પુસ્તકોમાં લખવામાં આવી છે જે કદાચ કોઈ અન્ય માધ્યમ દ્વારા મેળવવી મુશ્કેલ છે. જૂનાગઢના ઈતિહાસને લઈને સ્થાનિક લોકો તેવું પણ કહે છે કે જૂનાગઢ શહેરનો ઈતિહાસ એવો છે કે તેના વિશે સંપૂર્ણપણે કોઈ વાંચી શકે નહી, જાણી શકે નહી અને જણાવી પણ શકે નહી.