Site icon Revoi.in

હોબો બેગ – ફરીથી ટ્રેન્ડમાં આવી રહી છે ફેશન, યુવતીઓમાં સૌથી વધુ પસંદ બેગ

Social Share

આજના સમયમાં એટલી કેટલીક ફેશન છે અને કેટલીક સ્ટાઈલ પણ છે જે આમ તો વર્ષો જૂની છે પરંતુ તે હવે ફરીવાર ફેશનમાં આવી રહી છે. આવી જ એક વસ્તુ છે હોબો બેગ – કે જેની ફેશન ફરીથી ટ્રેન્ડમાં આવી રહી છે. આ બેગને યુવતીઓ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે અને બેગ યુવતીઓ માટેના પર્સની સ્ટાઈલ છે.

જો વાત કરવામાં આવે આ બેગની ખાસીયત વિશે તો તેની સાઇઝ પ્રમાણમાં થોડી મોટી હોય છે. આ પ્રકારની બેગનુ મટીરીયલ મોટાભાગે સોફ્ટ હોય અને પટ્ટો લાંબો પડતો હોય છે. જેથી તેને એક ખભા પર સરળતાથી રાખી શકાય છે. આ બેગનુ મટીરીયલ ફ્લેક્સિબલ હોવાથી એને જરૂર પડે ત્યારે ઓછી જગ્યામાં પણ સહેલાઇથી મૂકી શકાય છે.

હોબો બેગના પ્રકાર પણ ઘણા છે તેથી પસંદગી કરવા માટે તેમાં વિકલ્પ પણ ઘણા મળે છે. હોબો બેગ અનેક સાઈઝ અને સ્ટાઇલમાં ઉપલબ્ધ છે જેના કારણે તે ફેશન યુવતીઓની ફેવરેટ બની ગઈ છે. આ શરૂઆતમાં બહુ લોકપ્રિય હતી. જોકે સમયાંતરે તેનો ટ્રેન્ડ ઓછો થઈ ગયો હતો. જો કે એકાદ વર્ષથી આ પ્રકારની બેગ ફરીથી ટ્રેન્ડમાં આવી છે.

આ બેગમાં કલર્સ પણ એટલા બધા હાજર છે કે જે પ્રકારના કપડાનો રંગ તેવા રંગની બેગ પણ બજારમાં ઉપલબ્ધ છે અને નોર્મલ સાઈઝની દેખાતી આ બેગ અંદરથી ઘણી મોટી છે જેથી યુવતીઓની જરૂરની તમામ વસ્તુ અંદર આસાનીથી આવી શકે છે.

Exit mobile version