Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડ પહોંચ્યા- અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે હવાઈ નિરિક્ષણ

Social Share

 

દેહરાદૂનઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  આજે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન પહોચી ચૂક્યા છે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર કેન્દ્રીય ગૃહ મંત્રીનું ઉષ્માભર્યું  સ્વાગત કર્યું હતું. અમિત શાહ આજે ઉત્તરાખંડમાં અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે.

પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુરુવારના રોજ આપત્તિગ્રસ્ત સ્થળોનું પ્રથમ હવાઈ સર્વેક્ષણ હાથ ધરશે. ત્યાર બાદ તેઓ જોલી ગ્રાન્ટ દહેરાદૂન એરપોર્ટ પર જ અધિકારીઓ સાથે ખાસ  બેઠક યોજીને દિશા નિર્દશ આપશે

ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદના કહેરને લઈને લસ્થિતિ કથળી છે, કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે તો કેટલાક લોકો ઘરથી બેઘર થયા છે,કેન્દ્ર સરકાર અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પણ ઉત્તરાખંડમાં કુદરતી આપત્તિને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે.જેને જોતા, પ્રદેશ ભાજપે બૂથ સ્તરથી રાજ્ય કક્ષા સુધીના તમામ કાર્યક્રમો 24 ઓક્ટોબર સુધી મુલતવી રાખ્યા છે. શહીદ સન્માન યાત્રા પણ મુલતવી રાખવામાં આવી છે. કેબિનેટ મંત્રીઓએ પણ તેમના કાર્યક્રમો મુલતવી રાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે કુમાઉમાં કમોસમી અતિષય વરસેલા વરસાદના કારણે સાત લોકો અને ગઢવાલનમાં ત્રણ લોકોના મોત થાય છે.આ સાથે જ આ કહેરમાં ભોગ બનેલા વ્યક્તિઓનો આકંડો 55એ પહોંચ્યો છે,જાણવા મળતી માહિતી પ્રમાણે કુમાઉં મંડળમાં જીલ્લા પ્રમુખ અને સંગઠનનાં વરિષ્ઠ અધિકારીઓ સરકારની ટીમના નિર્માતા લોકોને સ્થળાંતર કરવા માટે મદદ કરી રહ્યા છે. વહીવટ સાથે સંકલન નિર્માતા લોકો સુધી જરુરી સામાન પણ પહોંચાડી રહ્યા છે.