Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય ત્રિરંગો લહેરાવ્યો

Social Share

13 ઓગસ્ટ,દિલ્હી:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગાના નાદ પર આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય ત્રિરંગો લહેરાવ્યો હતો.તેમણે માતૃભૂમિ માટે સર્વસ્વ બલિદાન આપનારા બહાદુર નાયકોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

પોતાની ટ્વિટમાં અમિત શાહે કહ્યું, “તિરંગા આપણું ગૌરવ છે. તે દરેક ભારતીયને એક કરે છે અને પ્રેરણા આપે છે.પીએમ નરેન્દ્ર મોદીજીના હર ઘર તિરંગાના નારા પર આજે નવી દિલ્હીમાં મારા નિવાસસ્થાને તિરંગા ફરકાવ્યો અને માતૃભૂમિ માટે સર્વસ્વ બલિદાન આપનારા આપણા વીર નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, “હું તમામ દેશવાસીઓને અપીલ કરું છું કે,13 થી 15 ઓગસ્ટ સુધી તમારા ઘરે તિરંગા લહેરાવો અને દરેક હૃદયમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાના આ અભિયાનનો ભાગ બનો. ઉપરાંત, http://harghartiranga.com પર તિરંગા સાથેનો તમારો ફોટો અપલોડ કરો અને તેના માટે અન્ય લોકોને પ્રેરણા આપો.”