Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહ ને મળ્યા પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહ – કૃષિ કાયદો અને ખેડૂત પ્રદર્શનના મુદ્દે થઈ વાતચીત

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી પંજાબના રાજકરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, પૂર્વ સીએમ અમરિંદર સિંહ સીએમ પદ પરથી ખસતા જ ચરણજીત સિંહ ચન્નીને સીએમ પદ સોંપવામાં આવ્યું , ત્યારથી લઈને અત્યાર સુધી અમરિંદર સિંહ કોંગ્રેસ પાર્ટી છોડી દેશે તેવી અટકળોએ જોર પકડ્યું છે.ત્યારે હવે આ ચર્ચા વચ્ચે વિતેલા દિવસને બુધવારના રોજ પૂર્વ સીએમ અમરિદંર સિંહ દેશના ગૃહમંત્રી અમિતશાહને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

આ બન્ને નેતાો વચ્ચે 45 મિનિટ જેટલી વાતચીત ચાલી હતી,કહેવામાં આવી રહ્યું છે કે શાહ એ અમરિંદર સિંહને બીજેપીમાં લાવવા માટે વાતચીત કરી હતી, આ સાથે જ એવી પણ ચર્ચાઓ થવા લાગી છે કેઅમરિંદર સિંહ દિલ્હીમાં કોંગ્રેસના બાગી જી-23 સમૂહના નેતાઓ સાથે પમ ખાસ મુલાકાત કરી શકે છે.

આ સમગ્ર બાબતને લઈને અમરિંદર સિંહના સલાહકારે જણાવ્યું હતું કે.પૂર્વ સીેમ એ ગૃહમંત્રીને મળીને ખેડૂતોના મુદ્દે વાતચીત કરી હતી,તેમણે કહ્યું કે બન્ને નેતાઓ વચ્ચે કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા પ્રદર્શન અંગે ખાસ વાત થઈ હતી, કેપ્ટને અમિત શાહને જલ્દી આ કાયદાઓનો પાછાં ખેંચીને એમએસપી લાગૂ કરવાનની માંગ કરી છે,

આ સમગ્ર બાબતો વચ્ચે  હવે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે પંજાબમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતા બીજેપી પાર્ટી અમરિંદર સિંહને કેન્દ્રીય કૃષિ મંત્રાલયનો પદભાર સોંપી શકે છે.જો આમ શક્ય બને છે તો બે શક્યતાઓ બને છે જેમાં એક એ છે કે, પંજાબના પૂર્વ સીએમ ખેડૂતોની સમસ્યાને હલ કરવા માટે આગળ વધશે અથવા તો બીજી શક્યતા એ છે કે કૃષિ સંગઠનો સાથે વાતચીત કરવાની જવાબદારીવ લઈને રાજ્યમાં ફરી એક વખત બીજેપીને ચૂંટણીના મેદાનમાં લાવશે જો આમ બનશે તો અમરિંદર સિંહ આવનારા સમનયમાં બીજેપીનો જાણીતો ચહેરો બની શકવાની પુરેપુરી શક્યતાઓ છે તેને નકારી ન શકાય