Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહ આજે મિઝોરમની એક દિવસીય મુલાકાતે – આસામ રાઈફલ્સના નવા બટાલિયન હેડક્વાર્ટરનો કરશે શિલાન્યાસ

Social Share

દિલ્હીઃ-  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે મિઝોરમની રાજધાની આઈઝોલની મુલાકાત લેનાર છે.ગૃહમંત્રી શાહની  એક દિવસની મુલાકાતમાં શ્રી શાહ આઈઝોલ શહેરથી 15 કિમી દૂર ઝોખાવસાંગ ખાતે આસામ રાઈફલ્સના નવા બટાલિયન હેડક્વાર્ટરના નિર્માણ કાર્યનું લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજેમિઝોરમની એક દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શાહ જોખાવસાંગ ખાતે સ્માર્ટ સિટી લિમિટેડ હેઠળ આસામ રાઈફલ્સ બટાલિયન હેડક્વાર્ટર કોમ્પ્લેક્સ અને ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.

આ  હેડક્વોર્ટર રૂ. 2,414 કરોડના  ખર્ચે બનાવવામાં આવશે જે પ્રોજેક્ટનો ગૃહમંત્રી શિલાન્યાસ પણ કરશે. આ સહીત આ દરમિયાન, ગૃહ મંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને, રાજ્ય વહીવટીતંત્રે આઇઝોલ અને તેની આસપાસ વિસ્તૃત વ્યવસ્થા કરી છે.

ગૃહમંત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 502A ના જોરિનપુઇ-લોંગમાસુ વિભાગના નિર્માણ માટે શિલાન્યાસ કરશે. તે આઈઝોલ બાયપાસના બે વિભાગો અને લાલડેંગા સેન્ટરના બાંધકામ માટે પણ શિલાન્યાસ કરશે.

મુખ્ય પ્રધાન જોરમથાંગા, તેમના કેબિનેટ સાથીદારો અને ઘણા મહાનુભાવો આઈઝોલમાં લામુઅલ ખાતેના કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. તેઓ લાલડેંગા સેન્ટર, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, આસામ બાયપાસ રોડ અને આઈઝોલ, ચંફઈ અને મામિત જિલ્લાઓ માટે વિવિધ રોડવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.