Site icon Revoi.in

ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે ફરી આવશે ગુજરાત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળશે

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 14મી ઓક્ટોબરને શનિવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ નિહાળવા માટે જશે તેવી પણ શક્યતા છે. અમિત શાહને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ જોવા માટે ક્રિકેટ બોર્ડ તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે. અમિત શાહ બે દિવસના એટલે કે તા. 14 અને 15 ઓક્ટોબર એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. શાહ 15 ઓક્ટોબરને રવિવારે પહેલા નોરતે માણસામાં પોતાના પરિવાર સાથે માતાજીને પૂજા-અર્ચના કરશે. તેમજ ગાંધીનગર લોકસભાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોની પણ મુલાકાત લેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. 14 ઓક્ટોબરના રોજ ઇન્ડિયા-પાકિસ્તાનની રોમાંચક મેચ રમાશે. ત્યારે  14 અને 15 ઓક્ટોબરે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અમિત શાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા જઇ શકે છે. 15 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે અને અમિત શાહ દર વર્ષે નવરાત્રીમાં પોતાના વતન માણસમાં પરિવાર સાથે માતાજીની પૂજા-અર્ચના કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ શાહ પોતાના પરિવાર સાથે માણસા જશે. અમિત શાહ બે દિવસીય મુલાતા દરમિયાન પોતાના લોકસભા મતવિસ્તારના કેટલાક ગામોની મુલાકાત લે તેવી શક્યતા છે.તેઓ ગામમાં વિકાસ કામોની સમીક્ષા પણ કરશે.

આ પહેલા અમિત શાહ ઓક્ટોબર મહિનાના પ્રારંભે ગુજરાત પ્રવાસે આવ્યા હતા.અને અમદાવાદમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતુ. અને સભા પણ સંબોધી હતી. જેમાં તેમણે મહિલા અનામત,  G20ના આયોજન, વિશ્વકર્મા યોજના સહિત કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ લોકો સમક્ષ વર્ણવી હતી. ત્રાગડ ગામમાં નવનિર્મિત તળાવ અને લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. અમિત શાહના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને તેમના ઘરની ચાવી આપવામાં આવી હતી.