Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહ 23 જૂને જમ્મુની લેશે મુલાકાત,જનસભાને સંબોધશે

Social Share

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જૂને જમ્મુની મુલાકાત લેશે.જ્યાં તેઓ જનસભાને સંબોધિત કરશે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે અહીં જાહેરસભાને સંબોધશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના જમ્મુ-કાશ્મીર એકમના અધ્યક્ષ રવિન્દર રૈનાએ આ અંગે માહિતી આપી હતી. ભાજપ 23 જૂનને ‘બલિદાન દિવસ’ તરીકે ઉજવે છે. રવિન્દર રૈનાએ કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના દરેક સંસદીય ક્ષેત્રમાં મોટી જાહેર સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જમ્મુ સંસદીય ક્ષેત્રમાં 23 જૂને જમ્મુ શહેરમાં એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવશે, જેને અમિત શાહ સંબોધિત કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે આયોજિત મેગા જનસંપર્ક અભિયાન કાર્યક્રમને સંબોધતા રવિન્દર રૈનાએ જણાવ્યું હતું કે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ અમિત શાહની રેલી સહિત રેલીઓમાં જોડાવા માટે જનતાને એકત્રિત કરવામાં વધુ સમય પસાર કરવો પડશે.

જમ્મુ અને કાશ્મીર બીજેપીના મહાસચિવ (સંગઠન) અશોક કૌલેએ જણાવ્યું હતું કે જન સંપર્ક અભિયાનને લોકો તરફથી ભારે સમર્થન મળ્યું છે અને પાયાના સ્તરે પક્ષના કાર્યકરોનું મનોબળ વધાર્યું છે.

ઉલ્લેખનીય છે કે,આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા જોરોશોરોથી અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યસભાના તમામ સાંસદોએ લોકસભાની ચૂંટણી લડવી પડશે. હાલમાં જ મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ એક મહિનાથી સંપર્ક અભિયાન ચલાવી રહ્યું છે. આ દરમિયાન ભાજપના તમામ સાંસદોને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે.