Site icon Revoi.in

ગૃહમંત્રી અમિતશાહ 27 જુનના રોજ રાજસ્થાનના ઉદયપુરની લેશે મુલાકાત, મહાસમ્મેલનને કરશે સંબોધિત

Social Share

દિલ્હીઃ-  તાજેતરમાં વડાપ્રધાન મોદીને સત્તામાં આવ્યાને 9 વર્ષ પૂર્મ થયા છે આ સંદબ્રભે ભારતીય જનતા પાર્ટી ખાસ અભિયાન ચલાવી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમોને લઈને સક્રિય બન્યા છે સ આ સંદર્ભે 27 જૂને ગૃહમંત્રી શાહ ઉદયપુરની મુલાકાત લેવા જઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે શાહ ઉદયપુર જિલ્લાના 8 વિધાનસભા ક્ષેત્રોના મહાસંમેલનને સંબોધિત કરશે. આ માટે ભાજપે અત્યારથી જ તડામાર  તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ગૃહમંત્રી શાહનો આ કાર્યક્રમ પણ તેનો જ એક ભાગ છે.

મળતી માબિતી અનુસાર  આ યોજાનારા કાર્યક્રમમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, રાષ્ટ્રીય સચિવ વિજયા રાહટકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. મહેશ શર્મા પણ હાજર રહેશે. ભાજપના કાર્યકરોએ મહાસંમેલનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરોમાં બૂથ લેવલથી લઈને ગામડાઓમાં પંચાયત લેવલ સુધીના લોકોને મહાસંમેલન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ સહીત આ ગૃહમંત્રીના કાર્યક્રમમાં 1 લાખથી વધુ  લોકો ભેગા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે ઉદેપુર ભાજપ શહેર જિલ્લા પ્રમુખ રવીન્દ્ર શ્રીમાળીએ આ બાબતે જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે કાર્યકર્તાઓને સંગઠનના કામમાં જરૂરી ભાગીદારી પૂરી પાડવા માટે કહેવામાં આવ્યું છે.

વધુમાં તેમણે કહ્આયું હતું કે આ વખતે વિધાનસભાની ચૂંટણી અમારા માટે પડકાર છે, જેમાં અમે જીતીને ફરી સત્તામાં પાછા આવીશું. આ અંગે ભાજપ જિલ્લા પ્રમુખની આગેવાનીમાં બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં અનેક નેતાઓ આગેવાનોએ આમા હાજરી આપી હતી.