Site icon Revoi.in

ગૃહમંત્રી શાહે શ્રીનગર સ્થિત પ્રતાપ પાર્ક ખાતે ‘બલિદાન સ્તંભ’નો કર્યો શિલાન્યાસ – સમારોહને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

Social Share

 

શ્રીનગરઃ-  ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે ત્યારે આજરોજ તેમણે શ્રીનગર ખાતે પ્રતાપ પાર્કમાં ‘બલિદાન સ્તંભ’ નો શિલાન્યાસ કર્યો હતો .ગૃહમંત્રીના આ કાર્યક્રને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

 માહિતી અનુસાર ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે મળીને શ્રીનગર શહેરના વ્યાપારી હબ લાલ ચોક સિટી સેન્ટર નજીક સ્થિત પ્રતાપ પાર્કમાં આ સ્તંભનો શિલાન્યાસ કર્યો હતો. આ સ્મારક શ્રીનગર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહ્યું છે અને તે શહીદોને શ્રદ્ધાંજલિ  માટે અર્પણ કરાયો છે એવા શહીદો માટે કે  જેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે અને એટલે જ આ સ્મારકનું નામ બલિદાન સ્મારક માન આપવામાં આવ્યું છે.

જાણકારી પ્રમાણે આ  પાર્ક, જે એક સમયે અલગતાવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું, તે હવે એક પ્રતીકના જન્મની સાક્ષી બનવા માટે તૈયાર છે જે આપણી માતૃભૂમિ, ભારતની અદમ્ય ભાવનાને બહાર કાઢે છે. આજરોજ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં પ્રથમ ‘બલિદાન સ્તંભ’ માટે શિલાન્યાસ સાથે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ‘નયા કાશ્મીર’ની પ્રાચીન ખીણોમાં ગુંજતો  સંદેશ આપ્યો હતો અને કહ્યું  કે આ નવા યુગમાં દેશદ્રોહી કૃત્યોને કોઈ સ્થાન મળશે નહીં, કારણ કે તે ફક્ત આપણા દેશભક્તોની અતૂટ વફાદારી અને અવિશ્વસનીય દેશભક્તિ છે જેનું સન્માન અને મહિમા થશે.