- ગૃહમંત્રી અમિત શાહ વારાણસીના બે દિવસના પ્રવાસે
- કહ્યું, હિન્દી ભાષા વધુ પસંદ છે
- રાષ્ટ્રીય ભાષાને મહત્વ મળવું જોઈએ
લખનૌઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી વારાણસીની બે દિવસીય મુલાકાત પર છે, ત્યારે તેઓ અખિલ ભારતીય રાજભાષા સમ્મેલનનું સંબોઘિત કરી રહ્યા છે,તેમણે આ મામલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે,અખિલ ભારતીય રાજભાષા સંમેલન દિલ્હીની બહાર કરવાનો નિર્મણ અમે વર્ષ 2019મા જ લીધો હતો. કોરોના કાળને કારણે અમે તે ન કરી શક્યા, પરંતુ આજે હું ખુશ છું કે આઝાદીના અમૃત ઉત્સવમાં આ નવી શુભ શરૂઆત થવા જઈ રહી છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હું દેશના તમામ લોકોને સ્વ-ભાષા માટેના આપણા એક લક્ષ્યને યાદ રાખવાનું આહવાન કરવા માંગુ છું, જે આપણે ભૂલી ગયા છે તેને આપણા જીવનનો ભાગ બનાવીએ.તેમણે વધુમાં કહ્યું કે હિન્દી ભાષા અને આપણી તમામ સ્થાનિક ભાષાઓ વચ્ચે કોઈ વિરોધાભાસ નથી. મને ગુજરાતી કરતાં હિન્દી ભાષા વધુ ગમે છે. હવે આપણે આપણી રાષ્ટ્રીય ભાષાને મજબૂત કરવાની જરૂર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમૃત મહોત્સવ એ દેશને આઝાદી અપાવનાર લોકોની યાદને તાજી કરીને યુવા પેઢીને પ્રેરણા આપવાનો જ નથી, પરંતુ તે આપણા માટે સંકલ્પનું વર્ષ પણ છે.
હિન્દી ભાષા પર બોલતા શાહએ તેમણે એમ પણ કહ્યું કે,અગાઉ હિન્દી ભાષા વિશે ઘણા વિવાદ ઊભા કરવાના પ્રયાલસો કરવામાં આવ્યા છે.પરંતુ તે સમય હવે પુરો થયો,પીએમ મોદીએ આપણી ભાષાને વિશ્વભરમાં સ્થાપિત કરવાનું ગૌરવપૂર્ણ કાર્ય કર્યુ છે.
ગૃહમંત્રીએ કહ્યું કે જે દેશ પોતાની ભાષા ગુમાવે છે, તે દેશ તેની સભ્યતા, સંસ્કૃતિ અને મૂળ વિચાર પણ ગુમાવે છે. જે દેશો તેમની મૂળ વિચારસરણી ગુમાવે છે તે વિશ્વની પ્રગતિમાં યોગદાન આપી શકતા નથી. ભારતમાં વિશ્વમાં સૌથી વધુ બોલાતી લિપિ ભાષાઓ છે. આપણે તેમે આગળ ધપાવવાની છે.તે કાર્ય હવે આપણું છે.
હિન્દી ભાષા પર બોલતા તેમણે એમ પણ કહ્યું કે,અગાઉ હિન્દી ભાષા વિશે ઘણા વિવાદ ઊભા કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.પરંતુ તે સમય હવે પુરો થયો,પીએમ મોદીએ આપણી ભાષાને વિશ્વભરમાં સ્થાપિત કરવાનું ગૌરવપૂર્ણ કાર્ય કર્યુ છે.ગૃહમંત્રીએ કહ્યું કે જે દેશ પોતાની ભાષા ગુમાવે છે, તે દેશ તેની સભ્યતા, સંસ્કૃતિ અને મૂળ વિચાર પણ ગુમાવે છે. જે દેશો તેમની મૂળ વિચારસરણી ગુમાવે છે તે વિશ્વની પ્રગતિમાં યોગદાન આપી શકતા નથી. ભારતમાં વિશ્વમાં સૌથી વધુ બોલાતી લિપિ ભાષાઓ છે. આપણે તેમે આગળ ધપાવવાની છે.તે કાર્ય હવે આપણું છે.