Site icon Revoi.in

ગૃહમંત્રી શાહે દિલ્હીમાં ચિંતન શિબિરની કરી અધ્યક્ષતા -સરહદ પારથી ઘૂસણખોરી, ડ્રગ્સ અને શસ્ત્રોની તસ્કરી રોકવાના આપ્યા નિર્દેશ

Social Share

દિલ્હીૃ વિતેલા દિવસને સોમવારના રોજ દેશની રાજધાની દિલ્હી ખાતે  કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના વરિષ્ઠ અધિકારીઓની ‘ચિંતન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું, આ શિબિરની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે મળેલી આ  બેઠક દરમિયાન, ગૃહ મંત્રી  શાહે સરહદ પારથી ઘૂસણખોરી, ડ્રગ્સ અને શસ્ત્રોની દાણચોરીને રોકવા માટે સરહદ પર ઉચ્ચ તકેદારી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.આ સહીત સરહદી વિસ્તારોના વિકાસ અને ત્યાં રોજગારીની તકો ઊભી કરવા માટે વાઈબ્રન્ટ વિલેજનો કાર્યક્રમ પણ શરૂ કરાયો હોવાની જાઆકારી શરે કરી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન જ્રારા સરહદ પારથી ઘુસણખોરીની ઘટનાઓ વધી રહી છએ આ શિબિરમાં ખાસ ગૃહમંત્રી શાહે આ બબાતે ધ્યાન દોરીને સતર્ક રહેવા જણાવ્યું હતું સાથે જ તેમણે સુરક્ષા માટે સરહદી ગામોના રહેવાસીઓ સાથે સંપર્ક અને સંચાર સ્થાપિત કરવા પર પણ ભાર મૂક્યો હતો.

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (NSG) માં સેવા આપતા ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓના “ચિંતન શિવર” ની અધ્યક્ષતામાં શાહે કહ્યું કે CAPF એ ડ્રોન ટેક્નોલોજી અને એન્ટી ડ્રોન પગલાં પર કામ કરવાની જરૂર છે. આ માટે સમર્પિત ટીમની રચના કરવી જોઈએ.

તેમણે કહ્યું કે CAPF જવાનોની ઈમાનદારી અને સતર્કતાને કારણે દેશના સામાન્ય નાગરિકો સલામતી અનુભવે છે અને શાંતિથી ઊંઘે છે. એક તરફ પોલીસ પ્રશાસન અને સશસ્ત્ર પોલીસ દળો સામાન્ય લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરે તેવી અપેક્ષા છે. બીજી બાજુ, સરકાર પણ પોલીસ અને CAPF કર્મચારીઓ અને તેમના પરિવારોને પર્યાપ્ત સુવિધાઓ પ્રદાન કરીને કલ્યાણની ખાતરી આપે છે.આ સાથે જ તેમણે સ્થઆનિકોની સુરક્ષા બાબતનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો,તેમણે કહ્યું કે સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓ અને જિલ્લાના વહીવટીતંત્રના સંકલનથી જ સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે.