અમદાવાદઃ- છેલ્લા 3 દિવસથી ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં ભઆરે વરસાદ ખાબકી ચૂક્યો છે જેને લઈને જૂનાગઢ સહીતના વિસ્તારોમાં ખૂબ પાણી ભરાયા છે કેટલીક જગ્યાએ જનજીવન ખોરવાયું છે તો અમદાવાદ શહેરમાં પણ માત્ર એક દિવસ વરસાદ પડવાની સ્થિતિમાં ટ્રાફીકની સમસ્યા સર્જાય હતી તો નીચાણવાળા માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલને દેશના ગૃહમંત્રી શાહે ફોનપર વાત કરીને મદદનું આશ્વાસન આપ્યું છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. તેમણે શક્ય તમામ મદદની ખાતરી આપી. શાહે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં લોકોની સાથે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શાહે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે પૂછ્યું. બાદમાં ટ્વીટ કર્યું હતું કે ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિથી પ્રભાવિત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે સરકાર સખત મહેનત કરી રહી છે.
આ સાથે જ એમ પણ કહ્યું કે NDRF અને SDRFની ટીમો અને સ્થાનિક વહીવટીતંત્ર આ વિસ્તારોમાં લોકોને મદદ કરવામાં વ્યસ્ત છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં લોકોની સાથે છે. જામનગર, જૂનાગઢ અને નવસારીમાં તૈનાત કરવામાં આવી છે, જે જિલ્લાઓ ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત છે.