Site icon Revoi.in

ગૃહમંત્રી શાહે ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન ,કહ્યું ‘સીએમ બનવાની હોડમાં બીજેપી સાથે દગો કર્યો’

Social Share

દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શિવસેનાના પૂર્વ નેતા એવા ઉદ્ધવ ઠાકરેને લઈને પોતાનું મોન તોડ્યું હતું અને તેમણે ઠાકરે પર નિશાન સાધ્યું હતું અમિત શાહે કહ્યું કે મુખ્યમંત્રી બનવાની લાલચમાં તેમણે અમારી પાર્ટી બીજેપી સાથે દગો કર્યો હતો.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની  સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભાજપના સંપર્ક અભિયાનના ભાગરૂપે અમિત શાહે નાંદેડમાં એક રેલીને સંબોધિત કરી હતી.આ દરમિયાન તેમણે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેને આડે હાથ લીધા હતા અને તેમના પર નિશાન સાધ્યું હતું

ગૃહમંત્અરી મિત શાહે શનિવારે શિવસેના  ઉદ્ધવ ઠાકરે પર મહારાષ્ટ્ર પછી મુખ્યમંત્રી પદ માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીઅને ભારતીય જનતા પાર્ટીસાથે હાથ મિલાવવાનો આરોપ મૂક્યો હતો. 2019ની વિધાનસભા ચૂંટણી. છેતરપિંડીનો આરોપ. શિવસેના અને ભાજપે 2019ની વિધાનસભા ચૂંટણી એકસાથે લડી હતી, પરંતુ શિવસેના મુખ્ય પ્રધાન પદને લઈને ગઠબંધનમાંથી બહાર નીકળી ગઈ હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણેઅમિત શાહે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના અલગ થવા પર ઉદ્ધવ ઠાકરેને આડેહાથ લીધા હતા. અમિત શાહે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ 2019ની વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રી બનવાના લોભમાં ભાજપ સાથે દગો કર્યો. તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણી પહેલા યોજાયેલી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ સંમતિ દર્શાવી હતી કે જો એનડીએને બહુમતી મળે તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી બનશે પરંતુ તેઓ દગો કરી ગયા.

વધુમાં અમિત શાહે કહ્યું કે  ભાજપે ગયા વર્ષે ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકારને તોડી પાડી ન હતી, પરંતુ ઉદ્ધવ ઠાકરેની નીતિઓથી કંટાળેલા શિવસૈનિકો શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી સાથે જવા તૈયાર જ ન હતા. તેમણે કહ્યું કે આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં લોકોએ નક્કી કરવાનું છે કે દેશના આગામી વડાપ્રધાન કોણ હશે નરેન્દ્ર મોદી કે કોંગ્રેસના નેતા.

 

Exit mobile version