Site icon Revoi.in

પીએમ મોદી અપ્રુવલ રેટીંગમાં મોખરે રહેતા ગૃહમંત્રી શાહે ખુશી વ્યક્ત કરી- ટ્વિટ કરીને કહ્યું, ‘આ ભારતીયોના અતૂટ વિશ્વાસનું પ્રતિક છે’

Social Share

દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતીયોની જ પસંદ નથી પરંતુ વિદેશોમાં પણ તેમની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છએ, દરેક મોરચે જનતા સાથે રહીને જનતા માટે કાર્ય કરતા પીએમ મોદીએ અપ્રુવલ રેટીંગમાં મોખરે રહીને ફરી આ વાત સાબિત કરી બતાવી છે ત્યારે તેમની આ પ્રગતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ખુશી જાહેર કરી છે.

વિતેલા દિવસને રવિવારે વૈશ્વિક સર્વેક્ષણના પરિણામો પર ખુશી વ્યક્ત કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ પસંદ કરાયેલા નેતા તરીકે ટોચ પર રહ્યા છે. આ બાબતને લઈને અમિત શાહે કહ્યું કે આ પીએમ મોદીના કાર્યો અને દૂરંદેશી નેતૃત્વમાં આપણા દરેક ભારતના લોકોનો અતૂટ વિશ્વાસને જાહેર કરે છે.

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક નેતાઓની લોકપ્રિયતા પર સતત પોતાની નજર જમાવતી એવી સંસ્થા મોર્નિંગ કન્સલ્ટના ડેટા મુજબ 70 ટકા લોકો પ્રથમ પસંદગી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાદીમાં પ્થમ સ્થાને રહ્યા છે જેને લઈને ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વિટર પર ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોનસનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરના બે મહિનામાં પીએમ મોદીનુ અપ્રુવલ રેટિંગ વધ્યું છે, કારણ કે જૂનમાં પીએમ મોદીનું અપ્રુવલ રેટિંગ 66 ટકા હતું. જ્યારે ડીસઅપ્રુવલ રેટિંગ પણ ઘટીને 25 ટકાની આસપાસ આવી ગયું છે, જે યાદીમાં સૌથી નીચું છે.તેનું કારણ એક એ પમ કહી શકાય કે કોરોના મહામારી દરમિયાન સતત પીએમ મોદી જનતાની સાથે રહ્યા છે તેમણે કોરોનાને અટકાવવા તેમણે લીઘાલા પગલા ઓ વિશ્વભરમાં વખાણાઈ રહ્યા છે. આજે વિશ્વભરમાં પીએમ મોદીની પ્રશંસા કરવામાં આવી રહી છે.