Site icon Revoi.in

ગૃહ મંત્રાલયની આતંકી વિરુદ્ધ કાર્યવાહી,ખાલિસ્તાન ટાઈગર ફોર્સના અર્શ ડલ્લાને આતંકી જાહેર કરાયો

Social Share

દિલ્હી:ગૃહ મંત્રાલય (MHA) એ હવે અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ ડાલાને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે.તે મૂળ પંજાબના મોગાનો છે. હાલમાં તે કેનેડામાં રહે છે.તે ‘ખાલિસ્તાન ટાઈગર ફોર્સ’ (KTF) સાથે સંબંધિત છે.

અર્શદીપ સિંહ વિરુદ્ધ પંજાબમાં ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા છે.પોલીસે અર્શ ડાલાને મોસ્ટ વોન્ટેડ ગુનેગાર જાહેર કર્યો છે.તેની સામે હત્યા, અપહરણ અને લૂંટ સંબંધિત ડઝનબંધ કેસ નોંધાયેલા છે.તે ગેંગસ્ટરમાંથી આતંકવાદી બન્યો છે.અર્શ ડાલા પોલીસથી બચવા માટે કેનેડા ભાગી ગયો હતો.

સરહદી રાજ્ય પંજાબમાં થયેલી વિવિધ હત્યાઓમાં પણ તેની સંડોવણી બહાર આવી હતી.આ ઉપરાંત રાજ્યમાં પાકિસ્તાનથી આવતા આરડીએક્સ, આઈઈડી, એકે-47 અને અન્ય હથિયારો અને દારૂગોળો સહિતના આતંકવાદી હાર્ડવેરની સપ્લાયના કેસમાં પણ દલાની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતરમાં, MHA એ શનિવારે UAPA હેઠળ હિઝબુલ-મુજાહિદ્દીનના ડિરેક્ટર ડૉ આસિફ મકબૂલ ડારને પણ આતંકવાદી જાહેર કર્યા હતા.જમ્મુ-કાશ્મીરના રહેવાસી ડાર હાલ સાઉદી અરેબિયામાં રહે છે.આ પહેલા શુક્રવારે લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા અરબાઝ અહેમદ મીરને ગૃહ મંત્રાલય દ્વારા UAPA હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો